ગંભીર@ભાભર: મતદારયાદીમાં ચેડાંના આક્ષેપ સાથે ચેરમેન વિરૂધ્ધ રજૂઆત

અટલ સમાચાર, ભાભર ભાભર ગંજબજારની ચૂંટણીને લઇ થતી દોડધામ વચ્ચે સનસનીખેજ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક આગેવાને યાર્ડની ચુંટણી પહેલા જ મતદારયાદીમાં ગંભીર ચેડાં હોવાના આક્ષેપ સાથે ચેરમેન વિરૂધ્ધ રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે. હુકમસિંહ નામના વેપારીએ પોતાને લાયસન્સ નહિ મળવામાં ચેરમેનની ભુમિકા શંકાસ્પદ ગણાવી ખોટા મતદારો હોવાનો આક્ષેપ કર્યો છે. રજૂઆતને પગલે ભાભર
 
ગંભીર@ભાભર: મતદારયાદીમાં ચેડાંના આક્ષેપ સાથે ચેરમેન વિરૂધ્ધ રજૂઆત

અટલ સમાચાર, ભાભર

ભાભર ગંજબજારની ચૂંટણીને લઇ થતી દોડધામ વચ્ચે સનસનીખેજ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક આગેવાને યાર્ડની ચુંટણી પહેલા જ મતદારયાદીમાં ગંભીર ચેડાં હોવાના આક્ષેપ સાથે ચેરમેન વિરૂધ્ધ રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે. હુકમસિંહ નામના વેપારીએ પોતાને લાયસન્સ નહિ મળવામાં ચેરમેનની ભુમિકા શંકાસ્પદ ગણાવી ખોટા મતદારો હોવાનો આક્ષેપ કર્યો છે. રજૂઆતને પગલે ભાભર સહિત જીલ્લાભરના સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર ગંજબજારની ચૂંટણી યોજાય તે પહેલા મતદાર યાદી સામે ચોંકાવનારી રજૂઆત થઇ છે. હુકમસિંહ નામના કમિશન એજન્ટે સરેરાશ ૪૦૦ મતદારો બોગસ હોવાનો ગંભીર આક્ષેપ કરી વર્તમાન ચેરમેન લાલજી પટેલ વિરૂધ્ધ જીલ્લા રજીસ્ટ્રારને રજૂઆત કરી છે. જેમાં હુકમસિંહે લાયસન્સની માંગણી કરી હોવા સામે લાલજી પટેલની ભુમિકા પક્ષપાતપુર્ણ ગણાવી ચૂંટણી જીતવા કારસો રચતાં હોવાનો આક્ષેપ કર્યો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ માર્કેટયાર્ડની વેપારી પેનલમાં સરેરાશ ૫૬૯ મતદારો બતાવ્યા છે. જોકે યાર્ડમાં આશરે ૧૭૦ દુકાનો હોવાથી મતદાર યાદીમાં ગોટાળા હોવાનો આક્ષેપ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કમિશન એજન્ટ હુકમસિંહની રજૂઆતમાં લાલજી પટેલની ભુમિકા સામે અત્યંત ગંભીર આક્ષેપો છે. જેમાં ભાજપી વિચારસરણીના હોઇ આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ભુમિકા પારખી દાવપેચ રમતાં હોવાનુ જણાવ્યુ છે. આથી રજૂઆતકર્તાએ દરેક મતદારોની ચકાસણી કર્યા બાદ નવી મતદાર યાદી તૈયાર કરવા તેમજ ખોટા લાયસન્સની ચકાસણી અમારી હાજરીમાં કરવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે જો મતદારયાદીની યોગ્ય ચકાસણી નહિ થાય તો કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે.