ગંભીર@ભારતઃ કૃષિ પાકોથી બનતી ખાવાની વસ્તુઓ ક્યારેય સસ્તી નહિ થાય?

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં પાછલા કેટલાક વર્ષોમાં મોનસૂનનો વ્યવહાર થોડો અલગ દેખાઈ રહ્યો હશે. જે જગ્યાએ વર્ષમાં 8 મહિના વરસાદ થતો હતો, ત્યાં વરસાદ વરસવાનું નામ નથી લઈ રહ્યો, જ્યાં સામાન્ય વરસાદ થતો હતો ત્યાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ દ્વારા ભૂમિના પ્રયોગ પર અધ્યયન કર્યું છે. એ અધ્યયનના
 
ગંભીર@ભારતઃ કૃષિ પાકોથી બનતી ખાવાની વસ્તુઓ ક્યારેય સસ્તી નહિ થાય?

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં પાછલા કેટલાક વર્ષોમાં મોનસૂનનો વ્યવહાર થોડો અલગ દેખાઈ રહ્યો હશે. જે જગ્યાએ વર્ષમાં 8 મહિના વરસાદ થતો હતો, ત્યાં વરસાદ વરસવાનું નામ નથી લઈ રહ્યો, જ્યાં સામાન્ય વરસાદ થતો હતો ત્યાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ બની ગઈ છે.

દુનિયાભરના વૈજ્ઞાનિકોએ દ્વારા ભૂમિના પ્રયોગ પર અધ્યયન કર્યું છે. એ અધ્યયનના આધારે જ આજે જિનિવામાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સમય રહેતા ભૂ-ઉપયોગને નિયંત્રિત ન કરવામાં આવ્યું તો આગામી કેટલાક સમયમાં ખોરાકની સમસ્યા પેદા થઈ શકે છે. એટલે કે ભારતમાં ખાણી-પીણીની ચીજો હવે ક્યારેય સસ્તી નહિ થાય.

આઈપીસીસીના ચેરમેન હોઉસિંગ લીએ આ રિપોર્ટ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે આ રિપોર્ટને 52 દેશના 107 વૈજ્ઞાનિકોએ મળીને લખ્યો છે. સાથે જ દેશના 96 વૈજ્ઞાનિકોએ પોતાનું મંતવ્ય પણ આમાં આપ્યું છે. આ રિપોર્ટને બનાવવામાં 7000થી વધુ અધ્યયન સામેલ કરવામાં આવ્યા છે.
આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને સરકારોના 28,275 કમેન્ટ બાદ આ રિપોર્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં પર્યાવરણના કેટલાય પ્રભાવો પર ચર્ચા કરવામાં આવી. અમે અહીં કૃષિ અને ખોરાક પર પડનાર પ્રભાવોની ચર્ચા કરી રહ્યા છીએ.
પાછલા 50 વર્ષમાં રાસાયણ ખાતરના ઉપયોગમાં 500 ટકાનો વધારો થયો છે. ખાદ્ય સામગ્રીની ડિમાન્ડ સતત વધી રહી હોવાના કારણે આ બધું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઝડપથી થઈ રહેલું શહેરીકરણ પણ ભૂમિના અસામાન્ય પ્રયોગને દર્શાવે છે.
વર્તમાનમાં કુલ ભૂમિનો 38 ટકા ભાગ કૃષિ માટે ઉપયોગ કરવામાં આવે છે. પાછલા 50 વર્ષમાં કૃષિ માટે ઉપયોગમાં લેવાઈ રહેલ ભૂમિનું ક્ષેત્રફળ 50 ટકા વધ્યું છે. જંગલોને કાપી ત્યાંની જમીનને કૃષિ માટે ઉપયોગ લેવાઈ રહી છે. આ બધાની વચ્ચે જે સૌથી ઘાતક ચીજ છે તે રાસાયણ ખાતરનો ઉપયોગ છે.