ગંભીર@કડી: શિક્ષણધામની પાછળ જ જુગારધામ, તીનપત્તિ રમતાં 9 ઇસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કડી તાલુકાના ગામે પ્રાથમિક શાળાની પાછળ જ મહેસાણા LCBની ટીમે રેઇડ કરી એકસાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. કડી પંથકમાં શિક્ષણધામની પાછળ જ જુગારધામ હોવાનું સામે આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. ગઇકાલે સાંજના સમયે પેટ્રોલિંગ દરમ્યાન LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ બહારથી માણસો બોલાવી
 
ગંભીર@કડી: શિક્ષણધામની પાછળ જ જુગારધામ, તીનપત્તિ રમતાં 9 ઇસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કડી તાલુકાના ગામે પ્રાથમિક શાળાની પાછળ જ મહેસાણા LCBની ટીમે રેઇડ કરી એકસાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. કડી પંથકમાં શિક્ષણધામની પાછળ જ જુગારધામ હોવાનું સામે આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. ગઇકાલે સાંજના સમયે પેટ્રોલિંગ દરમ્યાન LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ બહારથી માણસો બોલાવી ગંજીપાનાનો જુગાર રમાડે છે. જેને લઇ તાત્કાલિક પંચો સાથે રાખી LCBએ રેઇડ કરતાં જુગારીઓમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે LCBએ કોર્ડન કરી તમામ 9 જુગારીઓને ઝડપી પાડી કુલ કિ.રૂ.62,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ ઇસમો સામે બાવલુ પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ અટકાવવા સુચના આપેલ હોઇ LCB સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન થોળ રોડ પર આવતાં બાતમી મળી હતી કે, પંથોડા પ્રાથમિક શાળાની બાજુમાં આબીદમીયાં કાલુમીયાં સૈયદ બહારથી માણસો લાવી કોઇન વડે તીન પત્તિનો જુગાર રમી રમાડે છે. ચોક્કસ બાતમી હોઇ LCBએ તાત્કાલિક પંચો સાથે રાખી રેઇડ કરતાં 9 ઇસમોને ઝડપી પાડ્યા છે.

ગંભીર@કડી: શિક્ષણધામની પાછળ જ જુગારધામ, તીનપત્તિ રમતાં 9 ઇસમ ઝડપાયાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCB PIના માર્ગદર્શન હેઠળની ટીમે જુગારની કાર્યવાહી કરી છે. કડી તાલુકાના પંથોડા ગામેથી LCBએ એકસાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે તેમની તલાશી લઇ રોકડ રકમ રૂ.36,730, મોબાઇલ નંગ-5 કિ.રૂ.26,000 મળી કુલ કિ.રૂ.62,730 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે તમામ ઇસમો સામે બાવલુ પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4, 5 મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

આ જુગારીઓ ઝડપાયા

મહેસાણા LCBની ટીમે રેઇડ કરી આબીદમીયાં કાલુમીયાં સૈયદ(પાંથોડા), અલીમીયા અકબરમીયાં સૈયદ (પાંથોડા), વજીરખાન કરીમખાન પઠાણ(સાણંદ), સલમાનખાન અનવરખાન પઠાણ(સાણંદ), હજરતખાન ઇબ્રાહીમખાન પઠાણ(સાણંદ), અલ્લારખ્ખા કરીમખા મલેક(સાણંદ), મુરાજખાન અલખુખાન પઠાણ(સાણંદ), નજીરભાઇ ઉમરભાઇ બેલીમ(વિરમગામ) અને દિલાવરખાન નુરખાન પઠાણ (સાણંદ)ને ઝડપી પાડ્યા છે.

મહેસાણા LCBએ પેટ્રોલિંગ દરમ્યાન જુગારીઓને ઝડપ્યાં

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ કડી ખાતે પેટ્રોલિંગમાં હતો. જેમાં PSI એસ.બી.ઝાલા, ASI ડાહ્યાભાઇ, અનિલકુમાર, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, દિનેશભાઇ, ગુલાબસિંહ, HC પિયુષકુમાર, હેમેન્દ્રસિંહ, હર્ષદસિંહ, રમેશભાઇ, લાલાજી, શૈલેષકુમાર, PC જયસિંહ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન રેઇડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા છે.