ગંભીર@કડી: 3 ગણા ભાવે રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી નર્સ ઝબ્બે, દવા પણ ખરાબ નીકળી

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી શહેરમાંથી કાળાબજારમાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી નર્સને પોલીસે ઝડપી પાડી છે. કડી પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના એક વિસ્તારમાં રેઇડ કરી નર્સની ઝડપી પાડી હતી. જે બાદમાં તપાસ કરતાં તેના પર્સમાંથી એક્પાયરી ડેટવાળા 3 રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં નર્સ 4,500ની કિંમતના રેમડેસીવીર ઈન્જેક્શન લોકોને 10,000 થી
 
ગંભીર@કડી: 3 ગણા ભાવે રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી નર્સ ઝબ્બે, દવા પણ ખરાબ નીકળી

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી શહેરમાંથી કાળાબજારમાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી નર્સને પોલીસે ઝડપી પાડી છે. કડી પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના એક વિસ્તારમાં રેઇડ કરી નર્સની ઝડપી પાડી હતી. જે બાદમાં તપાસ કરતાં તેના પર્સમાંથી એક્પાયરી ડેટવાળા 3 રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં નર્સ 4,500ની કિંમતના રેમડેસીવીર ઈન્જેક્શન લોકોને 10,000 થી 15,000માં વેચાણ કરતી હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે કડી પોલીસે નર્સ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે કોવિડ લગત જીલ્લામાં ગાઇડલાઇનનું પાલન કરાવવા સુચના આપેલ છે. આ તરફ કડી PI ડી.બી.ગૌસ્વામી, PSI બી.એમ.પટેલ સહિતની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક નર્સ પોતાની પાસે રેમડેસીવીર ઇન્જેક્શન જે હાલમાં કોરોના વાયરસ માટે અસરકારક છે તે પોતાની પાસે રાખી ડબલ ભાવે વેચાણ કરે છે. જેથી પોલીસે તાત્કાલિક ગાયત્રીનગરમાં રેઇડ કરી નર્સની ઝડપી પાડી હતી. પુછપરછ દરમ્યાન નર્સે પોતાનું નામ ગુડ્ડી રાજપૂત(રહે.કરણનગર) અને નાની કડીની રીધમ હોસ્પિટલમાં નોકરી કરતી હોવાનું જણાવ્યું હતુ.

ગંભીર@કડી: 3 ગણા ભાવે રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી નર્સ ઝબ્બે, દવા પણ ખરાબ નીકળી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે તપાસ કરતાં રેમડીસીવર ઇન્જેક્શનને લઇ ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં નર્સ પાસેથી મળેલ ત્રણ ઇન્જેક્શનની કાચની બોટલો એક્સપાયરી ડેટવાળી હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે નર્સ પોતે પોતાના આર્થિક ફાયદા સારૂ 4,500ની કિંમતના રેમડેસીવીર ઈન્જેક્શન લોકોને 10,000 થી 15,000માં વેચાણ કરતી હોવાનું કબૂલ્યુ હતુ. પોલીસે મહિલાના પર્સમાંથી રેમડેસીવીર ઇન્જેક્શન નંગ-3 કિ.રૂ. 16,200 અને મોબાઇલ કિ.રૂ.5,000નો ગણી કબજે કર્યા હતા. આ સાથે નર્સ સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. કડી પોલીસે નર્સ સામે આઇપીસી 420, , જરૂરી ચીજ વસ્તુઓનો અધિનિયમની કલમ 7(1)(a)(ii) ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53 અને ઔષધ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમની કલમ 27 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.