ગંભીર@કડી: ટ્યુશન જવા નીકળેલો કિશોર અચાનક ગુમ, શોધખોળને અંતે ફરીયાદ

અટલ સમાચાર,કડી કોરોના કાળ વચ્ચે ગઇકાલે સાંજે કડીમાં ટ્યુશન જવા નીકળેલો 13 વર્ષિય કિશોર ગુમ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે નિત્યક્રમ મુજબ કિશોર સાંજે આશરે સાડા ચારેક વાગે ઘરેથી સાયકલ પર ટ્યુશન જવા નીકળ્યો હતો. આ તરફ સવા પાંચ વાગ્યા સુધી કિશોર ટ્યુશન ક્લાસમાં નહીં પહોંચતા શિક્ષકે વાલીને ઘરે ફોન કરી જાણ કરી
 
ગંભીર@કડી: ટ્યુશન જવા નીકળેલો કિશોર અચાનક ગુમ, શોધખોળને અંતે ફરીયાદ

અટલ સમાચાર,કડી

કોરોના કાળ વચ્ચે ગઇકાલે સાંજે કડીમાં ટ્યુશન જવા નીકળેલો 13 વર્ષિય કિશોર ગુમ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે નિત્યક્રમ મુજબ કિશોર સાંજે આશરે સાડા ચારેક વાગે ઘરેથી સાયકલ પર ટ્યુશન જવા નીકળ્યો હતો. આ તરફ સવા પાંચ વાગ્યા સુધી કિશોર ટ્યુશન ક્લાસમાં નહીં પહોંચતા શિક્ષકે વાલીને ઘરે ફોન કરી જાણ કરી હતી. જેથી પરિવારજનોએ આસપાસ તપાસ કરતાં કિશોર નહીં મળી આવતાં કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી શહેરમાં ટ્યુશન જવા નીકળેલો 13 વર્ષિય કિશોર ગુમ થતાં ખળભળાટ મચી ગયો છે. કડીની અયોધ્યાનગર સોસાયટીમાં રાજેશકુમાર વ્રજલાલ આરદેશણા(પટેલ) એન.કે.પ્રોટીન્સમાં આસીસ્ટન્ટ ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ રાબેતા મુજબ સવારે નોકરી ગયા પછી સાંજે ઘરે આવ્યા હતા. જ્યાં તેમનો એસ.વી સ્કુલમાં ગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરતો 13 વર્ષિય પુત્ર હીલકુમાર નિત્યક્રમ પ્રમાણે ટ્યુશન ક્લાસમાં નહીં પહોંચ્યો હોવાનું તેમની પત્નિએ જણાવ્યુ હતુ.

ગંભીર@કડી: ટ્યુશન જવા નીકળેલો કિશોર અચાનક ગુમ, શોધખોળને અંતે ફરીયાદ
File Photo

આ દરમ્યાન ફરીયાદીએ તાત્કાલિક ટ્યુશન ક્લાસમાં જઇ તપાસ કરી અન્ય બાળકો પાસે પુછપરછ કરી હતી. જોકે કોઇએ તેમના પુત્રને જોયો ન હોવાનું ધ્યાને આવતાં તેમના પગ નીચેથી જમીન સરકી થઇ હતી. આ તરફ આસપાસમાં તપાસ કર્યા બાદ કોઇ ભાળ ન મળતાં રાજેશભાઇએ કડી પોલીસ મથકે તેમનો પુત્ર ગુમ થયાની ફરીયાદ નોંધાવી છે. આ તરફ પોલીસે આઇપીસીની કલમ 363 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજેશભાઇએ નોંધાવેલી ફરીયાદની વિગત

આ કામના ફરીયાદીના દિકરા હીલકુમાર ઉ.વ.૧૩નો ધોરણ ૯ માં એસ.વી સ્કુલમાં અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરતો હોઇ આજરોજ સાંજના સાડા ચારેક વાગે ઘરેથી એવન કંપનીની લીલા તેમજ કાળા કલર ની સાયકલ લઇને વાદળી જેવા કલર ની સ્કુલ બેગ લઇને તેને શરીરે આછા ગુલાબી કલર ની ટી શર્ટ અને કમરે સફેદ કલર ની કેપરી પહેરેલ છે. જે ટ્યુશનના સ્થળે ભગવતી સોસાયટીમાં રહેતા પટેલ દિનેશભાઇના મકાને શિક્ષકો હીતેશભાઇ તથા પીયુષભાઇ અને ભાવિનભાઇ ગણીત અંગ્રેજી વિજ્ઞાન અને સમાજશાસ્ત્રનુ ટ્યુશન કરાવતા હોઇ જે ટ્યુશને જવા સારૂ નિકળેલ અને સવા પાંચેક વાગે શિક્ષક પીયુષભાઇનો ફોન પોતાની પત્નિ આશીતાબેન ઉપર આવતા જણાવેલ ,કે આજે હીલ કેમ ટ્યુશને આવેલ નથી તેવી વાત કરતા હીલ ગુમ થયેલનુ જાણેલ જેથી હીલ કુમારની નાનીકડી અને આજુબાજુની સોસાયટી વિસ્તારમાં તેમજ એસ.વી રોડ ઉપર તપાસ કરતા હીલ કુમાર ની કોઇ ભાળ મળેલ ન હોઇ જે હીલ ગુમ થયા વિગેરે બાબત.