ગંભીર@કાંકરેજ: ભાજપના આગેવાનની શાળા 8 દિવસથી બંધ, વિદ્યાર્થીઓ પરેશાન

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલી વિનય વિદ્યામંદિર શાળા છેલ્લા 8 દિવસથી બંધ હોવાનું સામે આવ્યુ છે. શાળામાં શિક્ષકોની ફેરબદલ અને પગારના વિવાદના કારણે અચાનક શિક્ષણકાર્ય સ્થગિત થયુ છે. જેનાથી ધોરણ-9 અને 10ના વિદ્યાર્થીઓ નાપાસ થવાની બીક દર્શાવતા મામલો ગંભીર બની ગયો છે. શાળા ભાજપના આગેવાન અને થરા એપીએમીસીના ચેરમેન અણદાભાઇ
 
ગંભીર@કાંકરેજ: ભાજપના આગેવાનની શાળા 8 દિવસથી બંધ, વિદ્યાર્થીઓ પરેશાન

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલી વિનય વિદ્યામંદિર શાળા છેલ્લા 8 દિવસથી બંધ હોવાનું સામે આવ્યુ છે. શાળામાં શિક્ષકોની ફેરબદલ અને પગારના વિવાદના કારણે અચાનક શિક્ષણકાર્ય સ્થગિત થયુ છે. જેનાથી ધોરણ-9 અને 10ના વિદ્યાર્થીઓ નાપાસ થવાની બીક દર્શાવતા મામલો ગંભીર બની ગયો છે. શાળા ભાજપના આગેવાન અને થરા એપીએમીસીના ચેરમેન અણદાભાઇ પટેલની સંસ્થા હેઠળ ચાલી રહી છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામની શાળાના વિદ્યાર્થીઓને ભયંકર તકલીફ હોવાનુ સામે આવ્યુ છે. ગત ર૪ જુલાઇથી વિનય વિદ્યામંદિર શાળાનું શિક્ષણકાર્ય અટકી ગયુ છે. હકીકતે શાળામાં શિક્ષકોને અપુરતો પગાર મળતો હોવાની બુમરાડ વચ્ચે બનાસ સરહદી મહિલા અને બાળ વિકાસ મંડળ નામની સંસ્થાએ ફેરબદલ કર્યો હતો. કેટલાક શિક્ષકોને દુર કરી નવિન શિક્ષકોની ભરતી કરતા મામલો વધુ પેચીદો બની ગયો છે.

ગંભીર@કાંકરેજ: ભાજપના આગેવાનની શાળા 8 દિવસથી બંધ, વિદ્યાર્થીઓ પરેશાન

શાળા વિદ્યાર્થીઓએ કલાસરૂમમાં જૂના શિક્ષકો પરત લાવો સાથે માંગ બુલંદ કરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, થરા એપીએમસીના ચેરમેન અને ભાજપના અગ્રણી અણદાભાઈ પટેલની શાળા છે. આથી દિગ્ગ્જ આગેવાનની શાળામાં અપુરતો પગાર, શિક્ષણકાર્ય અટકવું, વિદ્યાર્થીઓની રજૂઆત સહિતના મામલે સવાલો ઉભા થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે, શાળા આગામી દિવસોએ પણ શરૂ થશે કે કેમ ? તેવા સવાલો વચ્ચે વિદ્યાર્થીઓ બીક અનુભવી રહ્યા છે.

ગંભીર@કાંકરેજ: ભાજપના આગેવાનની શાળા 8 દિવસથી બંધ, વિદ્યાર્થીઓ પરેશાન

શિક્ષકોને અપુરતો પગાર આપી શોષણ થાય છે ?

થરા એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલની શાળામાં શિક્ષકોને અપુરતો પગાર અપાય છે. સમગ્ર મામલે ગામના સરપંચે જણાવ્યુ હતુ કે, શિક્ષકોની ફેરબદલ સામે વિદ્યાર્થીઓ જુના શિક્ષકો પરત લાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે અપુરતો પગાર અપાતો હોઇ શિક્ષણકાર્યને અસર થઇ રહી છે. જોકે, આગામી દિવસોએ શાળા શરૂ થવાની આશા છે.