આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ખેરાલુ તાલુકાની રેફરલ હોસ્પિટલમાં સારવાર બંધ હોવાના બોર્ડ લાગતા પંથકમાં દોડધામ મચી ગઈ છે. ર્ડાક્ટર, દવા, નર્સ સહિત તમામ હાજર છતાં દર્દીઓને ઈમરજન્સી સારવાર મળી શકે તેમ નથી. હકીકતે છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરિત બની ગયું હોઈ પડવાની અણીએ આવી ગયું છે. જાનહાની થવાની બીકે દર્દીઓને આવતા અટકાવાયા છે.

add bjp

મહેસાણા જિલ્લાની ખેરાલુ તાલુકામાં આવેલી રેફરલ હોસ્પિટલનો સ્લેબ ધરાશાઈ થતા દર્દી અને ર્ડાક્ટરની ટીમમાં ચકચાર મચી ગઈ છે. તાત્કાલિક અસરથી બાંધકામ વિભાગના કર્મચારીઓને તેડાવી જર્જરિત કામ રિપેર કરવા સહિતની તજવીજ હાથ ધરાઈ છે. જોકે, આ દરમિયાન હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર ઠપ્પ થઈ જતા મુશ્કેલી ઉભી થઈ છે.

ખેરાલુ તાલુકા આરોગ્ય અધિકારી હરેશ પટેલે જણાવ્યું હતું કે, જગ્યાની અગવડતાને કારણે એક દિવસ પુરતું બોર્ડ લગાવાયું હતું. જોકે, બિલ્ડીંગના પાછળના ભાગમાં સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. ઈમરજન્સી સારવાર બંધ હોવાનુ બોર્ડ લાગતા દર્દીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code