ગંભીર@મહેસાણા: કરિયાણાની દુકાનો ખાલી, ચીજવસ્તુ વિના સ્થિતિ ચિંતાજનક

અટલ સમાચાર, ગિરીશ જોશી કોરોના વાયરસને પગલે મહેસાણા સહિત તમામ જિલ્લામાં લોકડાઉન છે ત્યારે ગણ્યાં ગાંઠ્યા કિરાણા દુકાનદારો માલના ખરીદ વેચાણમાં તકલીફ વચ્ચે આવ્યા છે. મહેસાણામાં કરિયાણાની દુકાનો સુધી પૂરતો માલસામાન આવતો નથી. આનાથી રોજીંદા ગ્રાહકો સાથે ઘર્ષણ થવા સુધીની સ્થિતિ બનતી હોવાનું દુકાનદારે જણાવ્યું છે. માંગ સામે પુરવઠો જળવાતો ન હોવાથી ચીજવસ્તુઓની અછત થશે
 
ગંભીર@મહેસાણા: કરિયાણાની દુકાનો ખાલી, ચીજવસ્તુ વિના સ્થિતિ ચિંતાજનક

અટલ સમાચાર, ગિરીશ જોશી

કોરોના વાયરસને પગલે મહેસાણા સહિત તમામ જિલ્લામાં લોકડાઉન છે ત્યારે ગણ્યાં ગાંઠ્યા કિરાણા દુકાનદારો માલના ખરીદ વેચાણમાં તકલીફ વચ્ચે આવ્યા છે. મહેસાણામાં કરિયાણાની દુકાનો સુધી પૂરતો માલસામાન આવતો નથી. આનાથી રોજીંદા ગ્રાહકો સાથે ઘર્ષણ થવા સુધીની સ્થિતિ બનતી હોવાનું દુકાનદારે જણાવ્યું છે. માંગ સામે પુરવઠો જળવાતો ન હોવાથી ચીજવસ્તુઓની અછત થશે ? આ સવાલ અકળાવી રહ્યો છે.

મહેસાણા શહેરમાં કોરોના સામે તંત્ર અને જનતાની લડાઈ ચાલું છે. આ દરમ્યાન કરિયાણાની દુકાનો મર્યાદિત સમય પુરતી ખુલે છે. આથી રહીશો ચીજવસ્તુઓ ખરીદવા અને થોડોક સંગ્રહ કરવા દોડધામ કરી રહ્યા છે. જેનાથી કરિયાણાની દુકાનમાં માલસામાન ખાલી થઈ રહ્યો છે. એક દુકાનદારે જણાવ્યું છે કે, ઉપરથી પૂરતો માલસામાન ન આવતો હોઇ પુરૂં પાડી શકતા નથી. જેનાથી રોજીંદા ગ્રાહકો નારાજ બની રોષે પણ ભરાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉન વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ યથાવત છે. માલસામાનની હેરાફેરી પણ ચાલુ છે. જોકે કરિયાણાની ચીજવસ્તુઓ પૂરી પાડતાં વેપારીઓએ માંગ સામે પુરવઠો જાળવવામાં વિલંબિત બન્યા છે. ગ્રાહકો પણ સ્ટોક કરતાં હોઇ કરિયાણાની દુકાને આવતો જથ્થો ગણતરીના કલાકોમાં ખલાસ થઈ જાય છે. આવી સ્થિતિમાં કૃત્રિમ અછત રહીશોને ભારે પડી રહી છે.