ગંભીર@મહેસાણા: PM આવાસ બન્યા ખંડેર, અધૂરા કામે આપ્યા કમ્પ્લીશન સર્ટી

અટલ સમાચાર,મહેસાણા વડાપ્રધાનના વતન મહેસાણા જીલ્લામાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના બિનઅસરકારક બનતી હોવાનું સામે આવ્યુ છે. ગરીબ લાભાર્થીઓને રહેવા માટે બનાવી અપાતા મકાન અધુરા કામને પગલે ખંડેર બન્યા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. મહેસાણા તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક મહિનાઓ પહેલા તૈયાર થયેલા મકાનમાં ભોંયતળિયું, દરવાજા સહિતનું કામ બાકી છતાં કમ્પ્લીશન સર્ટી આપી દેવાયા છે. એક
 
ગંભીર@મહેસાણા: PM આવાસ બન્યા ખંડેર, અધૂરા કામે આપ્યા કમ્પ્લીશન સર્ટી

અટલ સમાચાર,મહેસાણા

વડાપ્રધાનના વતન મહેસાણા જીલ્લામાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના બિનઅસરકારક બનતી હોવાનું સામે આવ્યુ છે. ગરીબ લાભાર્થીઓને રહેવા માટે બનાવી અપાતા મકાન અધુરા કામને પગલે ખંડેર બન્યા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. મહેસાણા તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક મહિનાઓ પહેલા તૈયાર થયેલા મકાનમાં ભોંયતળિયું, દરવાજા સહિતનું કામ બાકી છતાં કમ્પ્લીશન સર્ટી આપી દેવાયા છે. એક વર્ષથી મકાન તૈયાર છતાં લાભાર્થી રહેવા જઇ શકયા નથી.

ગંભીર@મહેસાણા: PM આવાસ બન્યા ખંડેર, અધૂરા કામે આપ્યા કમ્પ્લીશન સર્ટી

મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાબા હેઠળની આઇઆરડી શાખા લાભાર્થીઓને PM આવાસ યોજના હેઠળ રૂ.1,20,000 સહાય આપે છે. જેમાં તબકકાવાર ત્રણ થી ચાર હપ્તામાં રકમ ચુકવી કમ્પ્લીશન સર્ટી અપાય છે. હકીકતે લાભાર્થીને આવાસ રહેવા માટે આપવા સામે મહેસાણા તાલુકાના વિરતા ગામે વિપરીત પરિસ્થિતિ સામે આવી છે.

ગંભીર@મહેસાણા: PM આવાસ બન્યા ખંડેર, અધૂરા કામે આપ્યા કમ્પ્લીશન સર્ટી

વિરતા ગામના લાભાર્થી રમેશભાઇ કાન્તિભાઇને PM આવાસ યોજનાની સહાય આપ્યા બાદ ગત 31/03/2018ના રોજ નિરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ પછી કમ્પ્લીશન સર્ટી આપી દેવાયુ પરંતુ આજે પણ મકાનનું ભોંયતળિયું અને દરવાજાનું કામ બાકી છે. એક વર્ષથી પણ વધુ સમયથી PM આવાસ યોજનાનું મકાન અધુરૂ હોઇ લાભાર્થી રહેવા ગયા નથી.

વિરતાના મકાન માટે કોણ જવાબદાર ? 

પટેલ પન્ના મહેન્દ્રભાઇ – આઇઆરડી વિસ્તરણ (તા.પં. મહેસાણા)
પટેલ જયેશ રાજુભાઇ – ઇજનેર (તા.પં. મહેસાણા)
પટેલ મહેન્દ્ર રધુનાથભાઇ – આઇઆરડી વિસ્તરણ (તા.પં. મહેસાણા)

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અધુરા મકાનો છતાં રકમ પુરેપુરી ચુકવી દેવાય છે. જયારે સામે મકાન રહેવા લાયક ન હોઇ લાભાર્થી ઉપયોગ કરતા નથી. જેનાથી આવાસ યોજનાનો હેતુ ખંડેર કે ગોડાઉન બનાવવાનું હોવાના સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણા સહિતના અનેક તાલુકાઓમાં વિરતા જેવી પરિસ્થિતિ હોવાની આશંકા જોતા આઇઆરડી અને ડીઆરડીએના કર્મચારીઓની ભુમિકા શંકાસ્પદ બની છે.