ગંભીર@પાલનપુર: સરપંચના પતિ સહી કરે અને પેમેન્ટ થઇ જાય, સભ્યો લાલઘૂમ

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી) પાલનપુર તાલુકાના ગામે પંચાયતના વહીવટ સામે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. મહિલા સરપંચના પતિ વહીવટી અને નાણાંકીય બાબતોમાં દખલગીરી કરવા સાથે સહીઓ પણ કરતા હોવાનો ઉપસરપંચે આક્ષેપ મુક્યો છે. આ દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી બાંધકામ કામોમાં ગેરરીતિ સામે તાલુકા પંચાયતના કર્મચારીઓની ભુમિકા સામે પણ સવાલો ઉભા કરવામાં આવ્યા
 
ગંભીર@પાલનપુર: સરપંચના પતિ સહી કરે અને પેમેન્ટ થઇ જાય, સભ્યો લાલઘૂમ

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી) 

પાલનપુર તાલુકાના ગામે પંચાયતના વહીવટ સામે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. મહિલા સરપંચના પતિ વહીવટી અને નાણાંકીય બાબતોમાં દખલગીરી કરવા સાથે સહીઓ પણ કરતા હોવાનો ઉપસરપંચે આક્ષેપ મુક્યો છે. આ દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી બાંધકામ કામોમાં ગેરરીતિ સામે તાલુકા પંચાયતના કર્મચારીઓની ભુમિકા સામે પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. જેને લઇ પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ગંભીર@પાલનપુર: સરપંચના પતિ સહી કરે અને પેમેન્ટ થઇ જાય, સભ્યો લાલઘૂમ

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના છાપરા ગામે મહિલા સરપંચ વિરૂધ્ધ ઉપસરપંચે સવાલો ઉઠાવી ડીડીઓને રજૂઆત કરી છે. જેમાં વાઉચરમાં સરપંચના પતિની સહીઓ, તલાટીની મિલીભગતથી સરપંચનો વહીવટ, એજન્ડામાં પણ સરપંચના પતિની સહી, વિકાસકામોમાં ગેરરીતિ સહિતના મુદ્દે ગંભીર આક્ષેપો સાથેની બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા નાના એવા ગામમાં મોટો રાજકીય જંગ ખેલાઇ ગયો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહિલા સરપંચ સુરેખાબેન સાથે તલાટી સામે પણ ઉપસરપંચ ભેરાભાઇ સાયબાભાઇ ડામોરે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ સાથે ગત સપ્ટેમ્બર 2019 દરમ્યાન ગ્રામ પંચાયતે બનાવેલી પાણીની ટાંકી ગાઇડલાઇન અને એસ્ટીમેન્ટ પ્રમાણે ન હોવા છતાં તેમજ કામ અધૂરૂ હોવા છતાં પેમેન્ટ થયાનુ જણાવ્યુ છે. સમગ્ર મામલે ઉપસરપંચે જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કર્યા બાદ નાયબ ડીડીઓ સી.સી.પટેલને મળી તપાસ કરવા માંગ કરી છે.