ગંભીર@પાટણ: કોરોના કેસની સંખ્યાનો તોપ ગોળો, શહેર અને ગામડાંમાં 20 દર્દી

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) પાટણ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વારંવાર મોટો ઉછાળો આવી રહ્યો છે. આજે પાટણ શહેર સહિત ગામડામાં એકસાથે 20 દર્દીઓ સામે આવ્યા છે. સવારથી બપોર સુધીમાં 13 અને સાંજે ફરી 7 દર્દી ખુલતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ અને હાલના દર્દીઓને કારણે સંક્રમણનો રાફડો ફાટી ગયો છે. જૂના અને નવા દર્દીઓને
 
ગંભીર@પાટણ: કોરોના કેસની સંખ્યાનો તોપ ગોળો, શહેર અને ગામડાંમાં 20 દર્દી

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

પાટણ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વારંવાર મોટો ઉછાળો આવી રહ્યો છે. આજે પાટણ શહેર સહિત ગામડામાં એકસાથે 20 દર્દીઓ સામે આવ્યા છે. સવારથી બપોર સુધીમાં 13 અને સાંજે ફરી 7 દર્દી ખુલતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ અને હાલના દર્દીઓને કારણે સંક્રમણનો રાફડો ફાટી ગયો છે. જૂના અને નવા દર્દીઓને કારણે ચેપગ્રસ્તો વધી જવાની શક્યતા જોતાં જિલ્લા તંત્રએ હરકતમાં આવી માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ કડકાઈથી પાલન કરાવવા તૈયાર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોવાનું મનાઈ રહ્યું છે. આથી આગામી દિવસોમાં ચેપનો ખુલાસો થતાં નવા દર્દીઓ દાખલ થઇ શકે તેવો ભય પેઠો છે. આજે રાત્રે નોંધાયેલાં નવા કેસ 7માં પાટણ શહેરમાં ઈન્દ્રપુરી સોસાયટીમાં રહેતા 37 વર્ષિય પુરૂષ, કલ્યાણેશ્વર મહાદેવની પોળમાં રહેતા 53 વર્ષિય પુરૂષનો, સિલીકોન સોસાયટીમાં રહેતા 45 વર્ષિય પુરૂષનો, જુના ગંજબજાર વિસ્તારમાં રહેતી 65 વર્ષિય વૃધ્ધ મહિલા અને જોશીની ખડકીમાં રહેતા 65 વર્ષિય વૃધ્ધ પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લા મથક પાટણ શહેરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ગંભીર@પાટણ: કોરોના કેસની સંખ્યાનો તોપ ગોળો, શહેર અને ગામડાંમાં 20 દર્દી
આજે સાંજના સમયે નોંધાયેલા કેસની વિગત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ ઉપરાંત સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પાસેની વિજયલક્ષ્મી સોસાયટીમાં રહેતા 65 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે પાટણ તાલુકાની સંખારીમાં રહેતી 59 વર્ષિય મહિલા પોઝિટીવ જાહેર થયા છે. આ તમામ દર્દીઓમાં તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુ:ખાવો, અશક્તિ અને ખાસીનાં લક્ષણો દેખાતા તેઓનું કોરોના સેમ્પલ લેવાયા હતા. નોંધનિય છે કે, પાટણ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 271 થઈ ગઈ છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 25 લોકોનાં મોત થયા છે.

ગંભીર@પાટણ: કોરોના કેસની સંખ્યાનો તોપ ગોળો, શહેર અને ગામડાંમાં 20 દર્દી

ઉલ્લેખનિય છે કે, આજરોજ પાટણ શહેર તેમજ ગ્રામ્યમાં કોરોના કેસ બહાર આવતા સ્થાનિક તાલુકાનુ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. પાટણ જિલ્લા માટે અનલોક-1નાં પિરિયડમાં ગાઈડલાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે. લોકડાઉનના ચાર તબક્કાનાં 70 દિવસો કરતા અનલોક-1ના 30 દિવસો વધુ ઘાતક પુરવાર થયુ જ છે ત્યા અનલોક-2 પહેલો દિવસ પણ આધાતજનક સમાચારો સાથે શરૂ થયો હોવાથી હવે આવનારો સમય કેવો પસાર થશે તે જોવુ રહ્યું.! અનલોક-2માં અપાયેલી વધુ છૂટછાટ ખતરનાક સાબિત થશે તેવુ લોકો માની રહ્યા છે.