ગંભીર@પોલીસ: દારૂની ટ્રકો છોડી મૂકવાની તપાસ ઉપર તપાસ, ગાંધીનગરથી ગાડીઓ છૂટી

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા મંગળવારે સવારે સ્ટેટ મોનિટરીંગ સેલે સાબરકાંઠા નજીક રાજસ્થાનની હદમાં દારૂ પકડ્યો હતો. જોકે રાજસ્થાન પોલીસના ગંભીર આક્ષેપો બાદ ગુજરાત પોલીસે દારૂની ટ્રકો છોડી મૂકી હતી. ઘટનાના અહેવાલને પગલે મંગળવારે સાંજે તપાસ બાદ ફરી બુધવારે સાંજે ગાંધીનગરથી ગાડીઓ છૂટી છે. જેનાથી પોલીસ અને બુટલેગર આલમમાં ચકચાર મચી ગઇ છે. ગુજરાત પોલીસે ભૂલથી
 

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા

મંગળવારે સવારે સ્ટેટ મોનિટરીંગ સેલે સાબરકાંઠા નજીક રાજસ્થાનની હદમાં દારૂ પકડ્યો હતો. જોકે રાજસ્થાન પોલીસના ગંભીર આક્ષેપો બાદ ગુજરાત પોલીસે દારૂની ટ્રકો છોડી મૂકી હતી. ઘટનાના અહેવાલને પગલે મંગળવારે સાંજે તપાસ બાદ ફરી બુધવારે સાંજે ગાંધીનગરથી ગાડીઓ છૂટી છે. જેનાથી પોલીસ અને બુટલેગર આલમમાં ચકચાર મચી ગઇ છે.

ગુજરાત પોલીસે ભૂલથી રાજસ્થાનની હદમાં પ્રવેશ કરી દારૂ ભરેલી બે ટ્રક પકડી છોડી મૂકી હતી. જોકે ઘટના બાદ મામલો ગંભીર બની ગયો છે. હકીકતે ગુજરાતની હદનો દારૂ હતો કે રાજસ્થાન તે અંગે મામલો રાજકીય અને વહીવટી રીતે ગરમી પકડી રહ્યો છે. મંગળવારે જ સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપીએ તપાસ કરી હતી.

હવે તપાસ ઉપર બીજી તપાસ એડીજીપી નિરજા ગોત્રુ અને એસપી દ્વારા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ઉપર પણ બબ્બે વખત મોનિટરીંગ કરવામાં આવતા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે.