ગંભીર@સમી: સમયમર્યાદા પુર્ણ, 38 ગ્રામ પંચાયતના બજેટ રજૂ થવાના બાકી

અટલ સમાચાર, પાટણ સમી તાલુકા પંચાયતના ગ્રામ્ય વહીવટને લઇ ગંભીર સવાલો ઉભા થયા છે. 31 ડિસેમ્બરની સમયમર્યાદા વિતી જવા છતાં મોટાભાગની ગ્રામ પંચાયતો દ્રારા બજેટ તાલુકા પંચાયતમાં રજુ કરવામાં આવ્યુ નથી. આવી સ્થિતિમાં આગામી વર્ષના વિકાસલક્ષી પ્લાનની સમગ્ર અમલવારી વિલંબમાં જતી હોઇ તલાટીઓ સામે સવાલો ઉભા થયા છે. આથી તાલુકા પંચાયત દ્રારા બજેટ મંગાવવા સરેરાશ
 
ગંભીર@સમી: સમયમર્યાદા પુર્ણ, 38 ગ્રામ પંચાયતના બજેટ રજૂ થવાના બાકી

અટલ સમાચાર, પાટણ

સમી તાલુકા પંચાયતના ગ્રામ્ય વહીવટને લઇ ગંભીર સવાલો ઉભા થયા છે. 31 ડિસેમ્બરની સમયમર્યાદા વિતી જવા છતાં મોટાભાગની ગ્રામ પંચાયતો દ્રારા બજેટ તાલુકા પંચાયતમાં રજુ કરવામાં આવ્યુ નથી. આવી સ્થિતિમાં આગામી વર્ષના વિકાસલક્ષી પ્લાનની સમગ્ર અમલવારી વિલંબમાં જતી હોઇ તલાટીઓ સામે સવાલો ઉભા થયા છે. આથી તાલુકા પંચાયત દ્રારા બજેટ મંગાવવા સરેરાશ 38 તલાટીઓને સુચના આપવાની નોબત આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જીલ્લાના સમી તાલુકાની ગ્રામ પંચાયતો દ્રારા બજેટ તૈયાર કરવાને લઇ મથામણની સ્થિતિ વચ્ચે મોટી વાત સામે આવી છે. આગામી નાણાંકીય વર્ષ માટેનું ગ્રામ્ય બજેટ તૈયાર કરવાની સુચના બાદ ગત 31 ડિસેમ્બરની સમયમર્યાદા પુર્ણ થઇ છે. આ દરમ્યાન ગણીને 12 ગ્રામ પંચાયતો દ્રારા બજેટ તૈયાર કરી તાલુકા પંચાયતને રજુ કર્યુ છે. જોકે પર પૈકી સરેરાશ 35 થી 38 ગ્રામ પંચાયતોના તલાટીઓએ બજેટની કોપી રજુ કરવામાં વિલંબ કર્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સમયમર્યાદામાં બજેટ રજુ કરવામાં ન આવતા આવતીકાલે ગુરૂવારની મીટીંગમાં રીવ્યુ લેવાનું નક્કી થયુ છે. સમગ્ર બાબતે સમી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ગણેશભાઇએ જણાવ્યુ હતુ કે, 31 ડિસેમ્બર સુધીમાં બજેટ રજુ કરી દેવુ જોઇએ પરંતુ મોટાભાગના તલાટી દ્રારા રજુ થયુ નથી. આથી આવતીકાલે જેટલા બજેટ રજુ થશે તે સ્વિકારી બાકી રહેતાને આગામી અઠવાડીયામાં તાત્કાલિક રજૂ કરવા આદેશ થશે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય-કેન્દ્ર સરકારના બજેટની સામે ગ્રામ પંચાયતનું બજેટ ગામલોકો માટે સૌથી વધુ અસરકારક છતાં નજરઅંદાજ થાય છે.