ગંભીર@સુઈગામ: સત્તાધીશોની મુલાકાત છતાં તીડ આક્રમણ યથાવત

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) સુઇગામ પંથકમાં તીડ આક્રમણથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતીવાડી ઉપર સંકટ હોઈ રાજકીય નેતાઓ અને વહીવટી સત્તાધીશો મુલાકાત કરી ચૂક્યા છે. જોકે તીડ આક્રમણ યથાવત રહેતાં દિગ્ગજોની મુલાકાતો ખેડૂતો માટે દિલાસો પૂરતી રહી છે. તીડ આક્રમણથી પંથકમાં ખેત ઉત્પાદનમાં મોટાપાયે ફેરફાર આવે તેવી સંભાવના છે.બનાસકાંઠા જિલ્લાના સરહદી
 
ગંભીર@સુઈગામ: સત્તાધીશોની મુલાકાત છતાં તીડ આક્રમણ યથાવત

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકમાં તીડ આક્રમણથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતીવાડી ઉપર સંકટ હોઈ રાજકીય નેતાઓ અને વહીવટી સત્તાધીશો મુલાકાત કરી ચૂક્યા છે. જોકે તીડ આક્રમણ યથાવત રહેતાં દિગ્ગજોની મુલાકાતો ખેડૂતો માટે દિલાસો પૂરતી રહી છે. તીડ આક્રમણથી પંથકમાં ખેત ઉત્પાદનમાં મોટાપાયે ફેરફાર આવે તેવી સંભાવના છે.ગંભીર@સુઈગામ: સત્તાધીશોની મુલાકાત છતાં તીડ આક્રમણ યથાવતબનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ પંથકમાં હજુપણ તીડ આક્રમણ ઓછું થતું નથી. સત્તાધીશોની કડક સુચના અને આશ્વાસન છતાં તીડનો ત્રાસ રહેતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. છેલ્લા 9 દિવસથી તીડે ખેતરોમાં ઉભા પાક ઉપર હાહાકાર મચાવ્યો છે. આથી કૃષિમંત્રી ફળદુ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી સહિત ભાજપના ડેલીગેશને રાત્રે ફરીને નિરીક્ષણ કર્યું હતું. જોકે આકાશમાં ફરીથી તીડના ઝુંડ આવી ગયા હોઈ ખેડૂતો ભયંકર મુંઝવણમાં મુકાયા છે.

ગંભીર@સુઈગામ: સત્તાધીશોની મુલાકાત છતાં તીડ આક્રમણ યથાવત
આ તરફ ખેડૂતોને મુશ્કેલી જાણી કોંગ્રેસનું ડેલીગેશન પણ સુઇગામ તાલુકાના ગામડાંઓમાં પહોંચ્યું હતું હતું. જેમાં રાજ્યની ભાજપ સરકાર ઉપર નિષ્ફળતા સહિતના ગંભીર આક્ષેપો અને પ્રહારો કર્યા હતા. બંને મુખ્ય રાજકીય પક્ષોના દિગ્ગજ નેતા અને કલેક્ટર સહિતના અધિકારીઓની મુલાકાત છતાં તીડ આક્રમણ બેફામ છે.

ગંભીર@સુઈગામ: સત્તાધીશોની મુલાકાત છતાં તીડ આક્રમણ યથાવતઆથી ખેડૂતોએ બંને પક્ષ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, માત્ર આશ્વાસનો મળ્યા છે પરંતુ ખેત ઉત્પાદનમાં હાલત નાજુક છે. કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકશાન થયા બાદ બીજી નવી આફત આવી છે. તીડ દ્રારા જે નુકશાન થયું છે તેનું વળતર ચૂકવાય તેવી માંગ ખેડૂતોએ કરી હતી.

બોક્ષ: ક્યાં ક્યાં ગામડાઓમાં તીડનું પ્રમાણ વધું

નડાબેટ, કાણોઠી, સુઇગામ, જળોયા, જેલાણા, ભાટવર, ચાંદરવા, વાવડી સહિતના ગામડાંઓ તીડનું આક્રમણ રચ્યું હતું. દિવેલા, ઘઉં, જીરૂં, રાયડો સહિતના પાકોને મોટું નુકશાન થવાની પ્રબળ આશંકા છે.