આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ગામે લોકડાઉનના ભંગ બદલ પોલીસે 5 યુવાનોની અટકાયત કરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં એક યુવાનનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. પોલીસ કાર્યવાહી દરમ્યાન મૃતકને માર માર્યો હોવાના સવાલ સામે PSI એ ઈન્કાર કર્યો હતો. યુવાનને પોલીસ લઈ ગયા બાદ ઉલટી પણ થઈ હોવાની વાત વચ્ચે મોત શંકાસ્પદ બન્યું છે. જામીન મળ્યા બાદ ઘેર લાવ્યાને બીજા દિવસે યુવકે દમ તોડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગઢા ગામે ગત 30 માર્ચે પોલીસ તપાસ અર્થે પહોંચી હતી. જેમાં લોકડાઉન હોવા છતાં બસસ્ટેન્ડ નજીક જાહેર માર્ગે ટોળું જોવા મળ્યું હતું. જેની પૂછપરછમાં ગઢા ગામના મહેશ ઈશ્વરભાઇ રાવળ, રઘુ વાલાભાઇ ઠાકોર, અમરત શિવાભાઈ રબારી તેમજ કોરડા ગામના મલા પ્રભુભાઇ ઠાકોર અને જારૂષા ગામના જીતુ જેહાભાઇ ભીલ સહિતના બેઠાં હતાં. કામ વગર બહાર બેઠાં હોવાનું ધ્યાને લઇ વારાહી પોલીસ ટીમના માણસો લઈ ગયા હતા.

વારાહી પોલીસે પાંચેય યુવાનો વિરુદ્ધ ઈપીકો કલમ 188 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી. જોકે પોલીસ લઈ ગયા બાદ એક યુવાન મહેશ રાવળની તબિયત લથડી છે. યુવાનને ઉલ્ટી થઇ હોવા છતાં પોલીસે નજીકના સરકારી દવાખાને સારવાર અપાવી ન હતી ?તે સવાલો કરતાં પીએસઆઇ માળીએ જાણ નથી કહ્યું હતું.

યુવાનનું શંકાસ્પદ મોત કેમ ?

વારાહી પોલીસ પાંચ યુવાનોને લઇ ગયા બાદ માર માર્યો હોવાની ચર્ચા ગામમાં વધી ગઈ છે. જેમાં મહેશ રાવળને કોઈ બિમારી ન હતી, પરંતુ પોલીસ કાર્યવાહી દરમ્યાન ઉલટી થયા બાદ જામીન ઉપર ઘેર લાવ્યાને બીજા દિવસે મોત થયું હોઇ શંકાસ્પદ સ્થિતિ બની છે.

શું કહે છે પીએસઆઇ એમ એમ માળી ?

સમગ્ર મામલે વારાહી પોલીસના પીએસઆઇ માળીને પૂછતાં જણાવ્યું હતું કે, એકપણ યુવાનને માર માર્યો નથી. મહેશ રાવળને ઉલટી થઇ હતી કે કેમ તે સ્ટાફને પુછવું પડે. જ્યારે યુવાનનું મોત થયું છે પરંતુ તેના વિશે કોઈ માહિતી નથી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code