ગંભીર@વાવ: માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું, કૃષિપાકને નુકશાન

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લામાં કેનાલો તુટવાનો સીલસીલો યથાવત હોવાનું સામે આવ્યુ છે. વાવ પંથકની માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યુ છે. વાવની ભાટવર માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલ તુટતાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેડુતોને જીરૂ અને એરંડા પાકમાં મોટુ નુકશાન થયુ છે. અટલ
 
ગંભીર@વાવ: માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું, કૃષિપાકને નુકશાન

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લામાં કેનાલો તુટવાનો સીલસીલો યથાવત હોવાનું સામે આવ્યુ છે. વાવ પંથકની માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યુ છે. વાવની ભાટવર માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલ તુટતાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેડુતોને જીરૂ અને એરંડા પાકમાં મોટુ નુકશાન થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@વાવ: માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું, કૃષિપાકને નુકશાન

બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકમાંથી પસાર થતી ભાટવર માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યુ છે. માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી ભાટવર માઇનોર કેનાલ છેલ્લા પાંચ દિવસથી તુટેલી હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કેનાલમાં ગાબડું પડવાથી પાંચ એકર જમીનમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખાસ કરીને જીરૂ અને એરંડાના પાકને મોટુ નુકશાન પહોંચ્યુ છે.