ગંભીર@વાવ: નર્મદા કેનાલમાં મોટું ગાબડું, નજીકના દિવેલા થયા મૃતપ્રાય

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠાની નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનું અવિરત અને સામાન્ય બની ગયુ છે. આ દરમ્યાન વાવ પંથકમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં તોતિંગ ગાબડું પડી જતાં બાજુમાં આવેલા ખેતરનો પાક તુરંત શિકાર થયો છે. કેનાલનું હજારો ક્યુસેક પાણી ખેતરમાં ઉભા દિવેલા ઉપર ફરી વળતા પાક મૃતપ્રાય સ્થિતિમાં આવ્યો છે. નર્મદાના સત્તાધિશોની બેદરકારીથી વગરવાંકે ખેડુતોને
 
ગંભીર@વાવ: નર્મદા કેનાલમાં મોટું ગાબડું, નજીકના દિવેલા થયા મૃતપ્રાય

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠાની નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનું અવિરત અને સામાન્ય બની ગયુ છે. આ દરમ્યાન વાવ પંથકમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં તોતિંગ ગાબડું પડી જતાં બાજુમાં આવેલા ખેતરનો પાક તુરંત શિકાર થયો છે. કેનાલનું હજારો ક્યુસેક પાણી ખેતરમાં ઉભા દિવેલા ઉપર ફરી વળતા પાક મૃતપ્રાય સ્થિતિમાં આવ્યો છે. નર્મદાના સત્તાધિશોની બેદરકારીથી વગરવાંકે ખેડુતોને ડામ મળી રહ્યા છે. જેનાથી પંથકના ખેડુતોમાં કેનાલ નેટવર્કના વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગંભીર@વાવ: નર્મદા કેનાલમાં મોટું ગાબડું, નજીકના દિવેલા થયા મૃતપ્રાય

બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકમાંથી પસાર થતી એટા માઇનોર કેનાલમાં અચાનક ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. માઇનોર કેનાલમાં 15 ફૂટ જેટલું ગાબડું પડી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થવા સાથે કૃષિપાકને પણ મોટી અસર થઇ છે. કેનાલની તદ્દન બાજુમાં આવેલા ખેતરમાં પાણી ફરી વળતા ઉભા દિવેલાના પાકને મોટું નુકશાન થયુ છે. તીડ આક્રમણની પરિસ્થિતિ થાળે પડ્યા બાદ કેનાલના ગાબડાંએ વધુ એક ઝાટકો આપતા ખેડુતો રોષે ભરાયા છે. કુદરતી અને કૃત્રિમ આપત્તિ અનેક આવી ગઇ છતાં સહાય અધ્ધરતાલ હોઇ વહીવટ સામે જનાક્રોશ ઉભો થયો છે.