ગંભીર@વાવ: તત્કાલિન ટીડીઓ બી.ડી.સોલંકીનો ભ્રષ્ટાચાર, લેખિતમાં રજૂઆત

અટલ સમાચાર, ગીરીશ જોશી વાવ તાલુકા પંચાયત આલમમાં રાજકીય ગતિવિધિ વચ્ચે વહીવટી બાબતોમાં કથિત ભ્રષ્ટાચારની વાત સામે આવી છે. પ્રમુખે અન્ય કર્મચારીઓ સાથે તત્કાલિન ટીડીઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લેખિતમાં ફરીયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. તત્કાલિન વાવ અને હાલ રાધનપુર ટીડીઓ બી.ડી.સોલંકીએ મળતિયાઓ સાથે યોજનાઓમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની સીટીંગ પ્રમુખે રજૂઆત કરી છે. અગાઉ
 
ગંભીર@વાવ: તત્કાલિન ટીડીઓ બી.ડી.સોલંકીનો ભ્રષ્ટાચાર, લેખિતમાં રજૂઆત

અટલ સમાચાર, ગીરીશ જોશી 

વાવ તાલુકા પંચાયત આલમમાં રાજકીય ગતિવિધિ વચ્ચે વહીવટી બાબતોમાં કથિત ભ્રષ્ટાચારની વાત સામે આવી છે. પ્રમુખે અન્ય કર્મચારીઓ સાથે તત્કાલિન ટીડીઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લેખિતમાં ફરીયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. તત્કાલિન વાવ અને હાલ રાધનપુર ટીડીઓ બી.ડી.સોલંકીએ મળતિયાઓ સાથે યોજનાઓમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની સીટીંગ પ્રમુખે રજૂઆત કરી છે. અગાઉ ભ્રષ્ટાચાર મામલે કર્મચારીઓની બદલી કરવાની માંગ સાથે વધુ એક પત્રથી હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકા પંચાયત હેઠળ કરોડોની રકમનો ભ્રષ્ટાચાર થઇ ગયો હોવાના આક્ષેપ અન્ય કોઇ નહિ પરંતુ ખુદ પ્રમુખે કર્યા છે. સત્તાધિન ભાજપની તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઇ રાજપૂતે રાજકીય વિરોધીઓને બદલે વહીવટી સત્તાધિશો ઉપર સનસનીખેજ આક્ષેપો કર્યા છે. મનરેગા, પીએમએવાય અને શૌચાલય સહિતની યોજનાઓમાં કરોડોની રકમનો કથિત ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરી છે. અગાઉની રજૂઆત બાદ વધુ એક પત્ર લખી જીલ્લા વિકાસ અધિકારીને જાણ કરી છે.

ગંભીર@વાવ: તત્કાલિન ટીડીઓ બી.ડી.સોલંકીનો ભ્રષ્ટાચાર, લેખિતમાં રજૂઆત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રમુખની લેખિત ફરીયાદમાં તત્કાલિન વાવ ટીડીઓ બી.ડી.સોલંકી અને નાયબ હિસાબનીશ ભરત ત્રિવેદી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં બંને અધિકારીઓએ વચેટીયાઓ સાથે મળી એસબીએમ તથા પીએમએવાય યોજનામાં ગેરરીતીઓ આચરી હોવાની લેખિત ફરીયાદ જીલ્લા વિકાસ અધિકારીને કરી છે. જેમાં અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી સરકારી યોજનાઓમાં પૈસાનો થતો વ્યય અટકાવવા માંગ કરી છે. આ સાથે અમારા પારદર્શક વહીવટ માટે ભ્રષ્ટાચાર મુક્ત કર્મચારીઓની નિમણુંક કરવા મદદ માંગતા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ગંભીર@વાવ: તત્કાલિન ટીડીઓ બી.ડી.સોલંકીનો ભ્રષ્ટાચાર, લેખિતમાં રજૂઆત

અગાઉ 4 કર્મચારીઓ વિરૂધ્ધ નામજોગ રજૂઆત

વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ રાજપૂતે ગત સપ્ટેમ્બર 2019માં 4 કર્મચારી વિરૂધ્ધ જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જેમાં પીએમએવાય અને મનરેગાના હરજીભાઇ ઓડ, મગનભાઇ પરમાર, અલ્પેશભાઇ પરમાર અને જાદવભાઇ સહિતના ચારેય કર્મચારી ભારે ભ્રષ્ટાચારી હોઇ બદલી કરવા અંગત ભલામણ કરી હતી. જેમાં આ ચારેય કર્મચારીઓ વિરૂધ્ધ વિપુલ પ્રમાણમાં ફરીયાદ મળી હોવાનો આધાર બતાવ્યો હતો.