ગંભીર@વાવ: કેનાલમાં અવિરત ગાબડાં સામે નર્મદાના સત્તાધિશો બેફામ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) વાવ પંથકની કેનાલોમાં ગાબડાં પડવાની સમસ્યા રોજીંદી બની ગઇ છે. નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતી વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. એક જ દિવસમાં જીલ્લામાં બે કેનાલોમાં ગાબડાં પડતા ખેડુતોની સ્થિતિ દયનિય બની છે. વાવની ઉચપા માઇનોર કેનાલમાં 10 ફૂટનુ ગાબડું તો ભોરોલ માઇનોર કેનાલમાં પણ ગાબડું પડતા ખેડુતોને ભારે
 
ગંભીર@વાવ: કેનાલમાં અવિરત ગાબડાં સામે નર્મદાના સત્તાધિશો બેફામ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

વાવ પંથકની કેનાલોમાં ગાબડાં પડવાની સમસ્યા રોજીંદી બની ગઇ છે. નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતી વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. એક જ દિવસમાં જીલ્લામાં બે કેનાલોમાં ગાબડાં પડતા ખેડુતોની સ્થિતિ દયનિય બની છે. વાવની ઉચપા માઇનોર કેનાલમાં 10 ફૂટનુ ગાબડું તો ભોરોલ માઇનોર કેનાલમાં પણ ગાબડું પડતા ખેડુતોને ભારે નુકશાન થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાની જીલ્લામાં સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવાયેલા કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. વાવની ઉચપા માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યુ છે. ખેડુતોનો આક્ષેપ છે કે, કેનાલોની સાફ-સફાઇ કર્યા વગર પાણી છોડવામાં આવતા વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. તો બીજી તરફ ભોરોલ માઇનોર પણ કેનાલમાં ગાબડું પડતાં ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ઉચપા માઇનોરમાં 10 ફૂટના ગાબડાંથી નર્મદાનું પાણી રાયમલ પ્રજાપતિના ખેતરમાં ફેલાઇ જતાં મોટા નુકશાનની સંભાવના છે.

ગંભીર@વાવ: કેનાલમાં અવિરત ગાબડાં સામે નર્મદાના સત્તાધિશો બેફામ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલમાં સાફ-સફાઇ અને રીપેરીંગ વગર પાણી છોડવામાં આવતા વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. ખેડુતોનો આક્ષેપ છે કે, તંત્રને આ બાબતે રજૂઆતો કરી હોવા છતાં પણ તેઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે. જીલ્લાના ખેડુતો પહેલા કમોસમી વરસાદ અને તીડ આક્રમણ બાદ કેનાલોમાં ગાબડાં પડવાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.