ગંભીર@વાવ: નર્મદાના અધિકારીઓની નફ્ફટાઇ, વારંવાર પડી રહ્યા છે ગાબડાં

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિ યથાવત છે. આજે વાવની જોડીયા માઇનોર કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળતાં કૃષિપાકોને મોટા નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલી ભ્રષ્ટાચારની કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે. ખેડુતોનો આક્ષેપ છે કે, કેનાલોમાં મરામત અને સાફસફાઇના અભાવે પાણી
 
ગંભીર@વાવ: નર્મદાના અધિકારીઓની નફ્ફટાઇ, વારંવાર પડી રહ્યા છે ગાબડાં

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિ યથાવત છે. આજે વાવની જોડીયા માઇનોર કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળતાં કૃષિપાકોને મોટા નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલી ભ્રષ્ટાચારની કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે. ખેડુતોનો આક્ષેપ છે કે, કેનાલોમાં મરામત અને સાફસફાઇના અભાવે પાણી છોડવામાં આવતા ગાબડાં પડી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના વાવી જોડીયા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનાલમાં ગાબડાંથી પાણી ખેતરમાં ફરી વળતાં 10 એકર જમીનમાં ઘઉંના પાકને મોટા નુકસાનની ભીતિ જોવા મળી છે. ખેડુતોના આક્ષેપ છે કે,,કોન્ટ્રાકટરની બેદરકારી અને નબળા બાંધકામના કારણે કેનાલમાં ગાબડા પડે છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઇ યોગ્ય પગલા લેતું નથી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વારંવાર કેનાલમાં ગાબડાં પડવાની ખેડુતોને પારાવાર નુકશાન થઇ રહ્યુ છે. આ સાથે કેમ વારંવાર કેનાલોમાં ગાબડાં પડે છે ?, ખેડૂતોને નુકસાનનું વળતર કોણ ચૂકવશે ?, ક્યાં સુધી ખેડૂતો વહીવટી તંત્રના ભોગે નુકસાન વેઠતા રહેશે ?, કેનાલની નબળી-ગુણવત્તા માટે કોણ છે જવાબદાર ? શું કેનાલની મરામત કરાવાની જવાબદારી નથી બનતી ? આ સહિતના સવાલો સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.