ગંભીર@વાવ: તલાટીએ ગામને 2 વર્ષ પાછળ ઘકેલી દીધું, ગ્રામજનો ત્રાહિમામ્

અટલ સમાચાર, ગીરીશ જોશી, મહેસાણા વાવ તાલુકાના અસારા ગામે 14 માં નાણાંપંચના સરેરાશ રપ લાખ વિકાસ કામો પાછળ ખર્ચ કરવાના હતા. સરકારે ગત બે વર્ષ દરમ્યાન નવિન અને રીપેરિંગ કામ સાથે શિક્ષણના હેતુ માટે સરપંચ અને તલાટીને નાણાંપંચના રૂપિયા આપ્યા હતા. જોકે, તલાટી સહિતના 5 ઇસમોએ સરેરાશ રપ લાખની ઉચાપત કરી ગામને 2 વર્ષ પાછળ
 
ગંભીર@વાવ: તલાટીએ ગામને 2 વર્ષ પાછળ ઘકેલી દીધું, ગ્રામજનો ત્રાહિમામ્

અટલ સમાચાર, ગીરીશ જોશી, મહેસાણા

વાવ તાલુકાના અસારા ગામે 14 માં નાણાંપંચના સરેરાશ રપ લાખ વિકાસ કામો પાછળ ખર્ચ કરવાના હતા. સરકારે ગત બે વર્ષ દરમ્યાન નવિન અને રીપેરિંગ કામ સાથે શિક્ષણના હેતુ માટે સરપંચ અને તલાટીને નાણાંપંચના રૂપિયા આપ્યા હતા. જોકે, તલાટી સહિતના 5 ઇસમોએ સરેરાશ રપ લાખની ઉચાપત કરી ગામને 2 વર્ષ પાછળ ઘકેલી દીધાનો ઘટસ્ફોટ થયો છે. જેનાથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે.

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના અસારા ગામના નાગરિકોને વિકાસની નુકશાનીનું આભ ફાટી પડયું હોય તેવો અનુભવ થઇ રહયો છે. તલાટી અને ચાર ઇસમોએ ભેગા મળી સરકાર ઘ્વારા ગ્રામ પંચાયતને મળેલા સરેરાશ 25 લાખ ઘરભેગા કરી દીધા છે. અસારા ગામને 14માં નાણાંપંચ અંતર્ગત વર્ષ 2017-18 અને 2018-19 દરમ્યાન વિકાસના વિવિધ કામ માટે આટલી રકમ મળી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરેરાશ 25 લાખની રકમથી ગામમાં નવિન રસ્તા, ગટર વ્યવસ્થા, ભુર્ગભ પાણીની લાઇન, જાહેર શૌચાલયો, શાળા અને ગ્રામ પંચાયતનું રીપેરીંગ સહિતના જાહેરહિતના વિકાસલક્ષી કામો કરવાના હતા. વિકાસના કામો અધ્ધરતાલ રહેતા અસારા ગામ 2 વર્ષ પાછળ ધકેલાઇ ગયુ છે. ગામમાં અનેક સમસ્યાઓ વચ્ચે નાગરિકો હાડમારી સહન કરતા હોઇ ઘટનાને પગલે ત્રાહિમામ્ પોકારી ગયા છે.

25 લાખની રીકવરી કયારે ?

તલાટી સહિતના 5 ઇસમો સામે ફરીયાદ દાખલ થઇ ગયા બાદ કાર્યવાહી શરૂ થઇ છે. જોકે, સરેરાશ 4,000ની જનસંખ્યાનો વિકાસ રોકનાર આરોપીઓ પાસેથી સરકારના 25 લાખ કયારે અને કેવી રીતે રીકવર થશે તે મોટો પ્રશ્ન બન્યો છે. નાણાંની રીકવરી બાબતે ઇન્ચાર્જ ટીડીઓ મલેકે જણાવ્યુ હતુ કે, પોલીસ કાર્યવાહી ચાલુ હોઇ રીકવરી બાબતે કાંઇ જ ન કહી શકાય.

તો સરકાર ફરીથી 25 લાખ આપશે ?

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગામલોકોના વિકાસ પાછળ ખર્ચ થનાર 25 લાખ તલાટી સહિતના ઇસમોએ ઉચાપત કરી લીધા હોઇ ગ્રામ પંચાયતના હાથ ખાલી રહયા છે. આથી ગામલોકોમાં સવાલો ઉભા થયા છે કે, ફરીથી સરકાર 25 લાખની રકમ મંજુર કરી વિકાસના કામો આગળ ધપાવશે કે નહી ?