ગંભીર@ઉ.ગુ: કોરોના ઇન્જેક્શનની ભયંકર અછત, પૈસા છતાં નથી મળતાં રેમડેસિવિર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વધતાં કોરોના કહેરની વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો હોઇ દરરોજ 150 ઉપર કેસો આવી રહ્યા છે. આ તરફ હવે અચાનક રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતા દર્દીના સગાવહાલાઓ ઇન્જેક્શન લેવા માટે દોડધામ કરી રહ્યા
 
ગંભીર@ઉ.ગુ: કોરોના ઇન્જેક્શનની ભયંકર અછત, પૈસા છતાં નથી મળતાં રેમડેસિવિર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વધતાં કોરોના કહેરની વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો હોઇ દરરોજ 150 ઉપર કેસો આવી રહ્યા છે. આ તરફ હવે અચાનક રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતા દર્દીના સગાવહાલાઓ ઇન્જેક્શન લેવા માટે દોડધામ કરી રહ્યા છે. આ સાથે દર્દીઓ તો ડબલ ભાવે પણ ઇન્જેક્શન લેવા માટે તૈયાર તો અનેક દર્દીઓ છેક અમદાવાદ સુધી લાંબા થઇ રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં વધતાં કોરોના કહેર વચ્ચે દરરોજ કેસોની સંખ્યામાં વિસ્ફોટ થઇ રહ્યો છે. આ તરફ કોરોનાની સારવારમાં અસરકારક રેમડેસિવિર ઇન્જેક્શનની અચાનક અછત સર્જાઇ છે. જોકે રાજ્ય સરકાર આ વાતને ફગાવી કહેતી ફરે છે કે, ઇન્જેક્શનની કોઇ અછત નથી. આ તરફ ઉત્તર ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દર્દીઓના સગાઓ દોડધામમાં લાગ્યા છે. તો વળી અનેક જગ્યાએ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી થતી હોવાથી તેઓ ડબલ ભાવે પણ ઇન્જેક્શન લેવા મજબૂર બન્યા છે.