સેવા@ઇડર: મહાકાલેશ્વર મંદીરના કુંડમાં ધર્મપ્રેમી જનતાએ સાફ સફાઇ કરી

અટલ સમાચાર, ઇડર સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદીરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. પરંતુ મહાકાલેશ્વર મંદીરના કુંડમાં પાણીમાં દુર્ગધ આવતી હોવાથી સ્થાનિકો અને શ્રધ્ધાળુઓને વારંવાર રજૂઆત કરી હતી. જોકે તંત્ર ઘ્વારા આ વાત ધ્યાને ના લેવાતા પંથકની ધર્મપ્રેમી જનતાએ જાતે મોટર લગાવીને મંદીરના કુંડની સફાઇ હાથ ધરી હતી. ઇડરમાં આવેલા
 
સેવા@ઇડર: મહાકાલેશ્વર મંદીરના કુંડમાં ધર્મપ્રેમી જનતાએ સાફ સફાઇ કરી

અટલ સમાચાર, ઇડર

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદીરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. પરંતુ મહાકાલેશ્વર મંદીરના કુંડમાં પાણીમાં દુર્ગધ આવતી હોવાથી સ્થાનિકો અને શ્રધ્ધાળુઓને વારંવાર રજૂઆત કરી હતી. જોકે તંત્ર ઘ્વારા આ વાત ધ્યાને ના લેવાતા પંથકની ધર્મપ્રેમી જનતાએ જાતે મોટર લગાવીને મંદીરના કુંડની સફાઇ હાથ ધરી હતી.

સેવા@ઇડર: મહાકાલેશ્વર મંદીરના કુંડમાં ધર્મપ્રેમી જનતાએ સાફ સફાઇ કરી

ઇડરમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલેશ્વર મહાદેવ મંદીરે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ મંદીરના કુંડમાં વર્ષોજુનુ ગંદી પાણી હોવાથી અને ભૂતકાળમાં તે કુંડમાં કેટલીય માછલીઓના મોત પણ નિપજયા હોવાથી પંથકના દર્શનાર્થીઓ અને સ્થાનિકોએ મંદીરના કુંડની સાફ-સફાઇ કરવા કેટલીય વાર રજૂઆત કરી હતી.

તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતા આ સમસ્યાનું સમાધાન ન આવતા પંથકની ધર્મપ્રેમી જનતાએ જાતે મોટર લગાવીને કુંડનું ગંદુ પાણી બહાર નિકાળવાનું શરૂ કર્યુ છે. જેથી કરી આવનારા સમયમાં વરસાદ પડે ત્યારે ચોખ્ખું પાણી કુંડમાં ધરાઇ જાય અને નવા પાણીથી ભવિષ્યમાં પાણીની જવ સૃષ્ટિ બચી શકે. આ સાસ-સફાઇ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.