સેવાઃ આ કારણથી આ માણસે દેશભરમાં અત્યારસુધીમાં 48,000 હેલ્મેટ લોકોને ફ્રીમાં આપ્યા

અટલ સમાચાર, ડેસ્ક બિહારના કેમુર જિલ્લાના એક નાનકડા ગામ બગાઢીના રહેવાસી રાઘવેન્દ્ર કુમાર દેશભરમાં અત્યારસુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ ફ્રીમાં વહેંચી ચૂક્યા છે. 2014માં થયેલા એક બાઈક અકસ્માતમાં તેમણે પોતાના ખાસ મિત્રને ગુમાવ્યા. એ બાદ તેમણે ફ્રીમાં હેલ્મેટ વહેંચવાનું શરૂ કર્યું. તેમનો હેતુ છે કે તેમના મિત્રની જેમ અન્ય કોઈનું મોત હેલ્મેટને કારણે ન થવું
 
સેવાઃ આ કારણથી આ માણસે દેશભરમાં અત્યારસુધીમાં 48,000 હેલ્મેટ લોકોને ફ્રીમાં આપ્યા

અટલ સમાચાર, ડેસ્ક

બિહારના કેમુર જિલ્લાના એક નાનકડા ગામ બગાઢીના રહેવાસી રાઘવેન્દ્ર કુમાર દેશભરમાં અત્યારસુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ ફ્રીમાં વહેંચી ચૂક્યા છે. 2014માં થયેલા એક બાઈક અકસ્માતમાં તેમણે પોતાના ખાસ મિત્રને ગુમાવ્યા. એ બાદ તેમણે ફ્રીમાં હેલ્મેટ વહેંચવાનું શરૂ કર્યું. તેમનો હેતુ છે કે તેમના મિત્રની જેમ અન્ય કોઈનું મોત હેલ્મેટને કારણે ન થવું જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાઘવેન્દ્ર જણાવે છે કે ‘આ સફર એટલી સહેલી ન હતી. પોતાના મિશન માટે પહેલા તેમણે પોતાની નોકરી છોડવી પડી. થોડા સમય પછી જ્યારે હેલ્મેટ ખરીદવા માટે વધુ પૈસાની જરૂરિયાત ઊભી થઈ તો તેમણે પહેલા પોતાના પત્નીના ઘરેણાં અને પછી પોતાનું ઘર પણ વેચી દીધું.’ મિત્રનું અકસ્માતમાં મોત થયું અને બીજો મિત્ર સેવાનો ભેખ લઈ બેઠો. આપણે વાત કરવી છે હેલ્મેટ મેનની. હા બિહારનો એ અદનો આદમી અત્યાર સુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ મફતમાં વહેંચી ચૂક્યો છે. જેની કેન્દ્ર સુધી નોંધ લેવાઈ છે.

રાઘવેન્દ્રનો કહે છે, ‘મારો પ્રયાસ છે કે એવો કોઈ નિયમ બને, જેથી હેલ્મેટ વગર કોઈપણ શખસ ટોલ પ્લાઝા પાર જ ન કરી શકે. જો આપણે સમગ્ર દેશમાં આવું કરી શકીએ તો નિશ્ચિત રૂપે લોકોની માનસિકતામાં બદલાવ આવશે. મારી અરજ છે કે ભલે 50 મીટર દૂર જાઓ કે 50 કિલોમીટર, હેલ્મેટ પહેરીને જ બાઈક ચલાવો. એક્સિડન્ટ ક્યારેય કોઈને આગોતરી જાણ કરીને નથી થતા. મારી ગાડીની પાછળ પણ મેસેજ લખ્યો છે કે યમરાજે મોકલ્યો છે બચાવવા માટે, ઉપર જગ્યા નથી જવા માટે.’