ગંભીર@કડી: કોરોના દર્દીઓની સંખ્યામાં 4નો વધારો, અનેક સ્થળે સંક્રમણ પહોંચ્યું

અટલ સમાચાર, મહેસાણા આજે મહેસાણામાં કોરોનાના નવા ચાર કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા શહેરમાં 2 કેસ અને કડીમાં 2 કેસ મળી આજે કુલ 4 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણાના એક દર્દીને અમદાવાદ અને એક દર્દીને મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. તો કડીના દર્દીને સાંઇક્રિષ્ણા હોસ્પિટલ અને એક દર્દીને ગાંધીનગર સારવાર અર્થે
 
ગંભીર@કડી: કોરોના દર્દીઓની સંખ્યામાં 4નો વધારો, અનેક સ્થળે સંક્રમણ પહોંચ્યું

અટલ સમાચાર, મહેસાણા

આજે મહેસાણામાં કોરોનાના નવા ચાર કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા શહેરમાં 2 કેસ અને કડીમાં 2 કેસ મળી આજે કુલ 4 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણાના એક દર્દીને અમદાવાદ અને એક દર્દીને મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. તો કડીના દર્દીને સાંઇક્રિષ્ણા હોસ્પિટલ અને એક દર્દીને ગાંધીનગર સારવાર અર્થે ખસેડાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના નવા ચાર કેસ સામે આવ્યા છે. જેમાં કડીના સમીર એપાર્ટમેન્ટમાં રહેતા ખુશીદાબીબી પઠાણ (ઉ.31), એશિયા બલ્કમાં રહેતા મનોજભાઇ જે પટેલ (ઉ.48) નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ મહેસાણા શહેરના શીતળાપરામાં રગનાથભાઇ ટી દેસાઇ (ઉ.61) અને નાગલપુરની વિધ્યાનગરમાં રહેતા આશિષકુમાર રાવલ (ઉ.46)નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

ગંભીર@કડી: કોરોના દર્દીઓની સંખ્યામાં 4નો વધારો, અનેક સ્થળે સંક્રમણ પહોંચ્યું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી 166 કેસો નોંધાયા છે. આ તરફ જીલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 46 છે. તો 107 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આજે કોરોના ટેસ્ટ પોઝિટીવ આવેલા દર્દીઓને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય તંત્ર દ્રારા તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરાઇ છે.

સાબરકાંઠા જીલ્લામાં આજે 2 કેસ આવ્યા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે આજે સવારે એક આધેડ પુરૂષનો કોરોના રીપોર્ટ આવ્યા બાદ આજે સાજે તેમના 40 વર્ષીય પુત્રનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે કોરોનાના નવા બે કેસ સામે આવતા બંનેને તાત્કાલિક અસરથી આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 106 કેસ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં હાલ 12 દર્દીઓ સારવાર હેઠળ છે.