સેક્સલીલા@સમીઃ 10 વિડીયોમાં મહિલા કોણ? આખા ગામમાં એક જ ચર્ચા

અટલ સમાચાર, મહેસાણા સમીના લંપટ ર્ડાક્ટર અને પુત્રના કારનામા તબક્કાવાર બહાર આવી રહ્યા છે. જેમાં પોલીસ માટે રહસ્યનો કોયડો ખોલનાર કમ્પાઉન્ડરે 10થી વધુ વિડીયો અલગ-અલગ સમયે ઉતારી લીધા હોવાનો ઘટસ્ફોટ કરતા ગામમાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ થયેલા બે વિડીયો સિવાય અન્ય 10 વિડીયોમાં કઈ-કઈ મહિલાઓ હશે તેને લઈ આખા ગામમાં ચર્ચા અને આશંકાનું દૂષિત
 
સેક્સલીલા@સમીઃ 10 વિડીયોમાં મહિલા કોણ? આખા ગામમાં એક જ ચર્ચા

અટલ સમાચાર, મહેસાણા

સમીના લંપટ ર્ડાક્ટર અને પુત્રના કારનામા તબક્કાવાર બહાર આવી રહ્યા છે. જેમાં પોલીસ માટે રહસ્યનો કોયડો ખોલનાર કમ્પાઉન્ડરે 10થી વધુ વિડીયો અલગ-અલગ સમયે ઉતારી લીધા હોવાનો ઘટસ્ફોટ કરતા ગામમાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ થયેલા બે વિડીયો સિવાય અન્ય 10 વિડીયોમાં કઈ-કઈ મહિલાઓ હશે તેને લઈ આખા ગામમાં ચર્ચા અને આશંકાનું દૂષિત વાતાવરણ બન્યું છે.

સમીના દુષ્કર્મી ર્ડાક્ટર મહેન્દ્ર મોદી અને પુત્ર કિશન મોદીના કુકર્મો ક્યારે અને કોની સાથે થયા તેની વિગતો કમ્પાઉન્ડર પઠાણ પાસે છે. કમ્પાઉન્ડરે પોલીસ સમક્ષ 10થી વધુ વિડીયો ઉતારી લીધા હોવાની કબૂલાત કરતા સમી ગામ અને પંથકમાં તેના ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. સમી અને નજીકના ગામોમાં અત્યારે સૌથી વધુ ચર્ચા વિડીયોમાં કઈ મહિલાઓ હશે તે અંગે થઈ રહી છે.

સેક્સલીલા@સમીઃ 10 વિડીયોમાં મહિલા કોણ? આખા ગામમાં એક જ ચર્ચા

દુષ્કર્મી ર્ડાક્ટરના સેક્સકાંડને પગલે પંથકમાં નારાજગી, આક્રોશ અને આશંકા ચરમસીમાએ પહોંચી ગઈ છે. કમ્પાઉન્ડર પઠાણે ઉતારી લીધેલા તમામ વિડીયોમાં શું એક જ મહિલા હશે ? અલગ-અલગ મહિલાઓ હશે ? અન્ય મહિલાઓ ફરિયાદ કરવા આગળ આવશે ? તે સહિતના સવાલો સમગ્ર પંથકમાં ચર્ચાના ચગડોળે ચડ્યા છે. મોટાભાગના લોકો આશંકાને પગલે કમ્પાઉન્ડર અને તેના સંબંધિત ઈસમોનો સંપર્ક કરી રહ્યા છે.

કમ્પાઉન્ડર પઠાણ પાસેથી વિડીયો લેવા આતુરતા વધી

પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કમ્પાઉન્ડર પઠાણ પાસેથી વધુ વિડીયો મેળવવા તજવીજ હાથ ધરી છે. જોકે, પોલીસ કરતા પંથકના લોકોની વિડીયો મેળવવા આતુરતા વધી ગઈ છે. કેટલાક લોકો દુષ્કર્મ ર્ડાક્ટર સાથે કઈ મહિલા હતી? તેની વિગત માટે તો કેટલાક લોકો મહિલાને ઓળખી ફરિયાદ દાખલ કરાવવા વિડીયોની શોધમાં લાગ્યા છે.