શરમ કરોઃ ડીસા નગરપાલિકાના રાજમાં શહેર ગંદકીના બિછાને!

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડીસા નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તે વાતને નકારી શકાય તેમ નથી. શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો કેટલાય વિસ્તારોમાં ભુગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો ગટર ઉપરના ઢાંકણ અદ્રશ્ય બન્યા છે. આવી સ્થિતિ વચ્ચે
 
શરમ કરોઃ ડીસા નગરપાલિકાના રાજમાં શહેર ગંદકીના બિછાને!

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડીસા નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તે વાતને નકારી શકાય તેમ નથી. શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો કેટલાય વિસ્તારોમાં ભુગર્ભ ગટરો ઉભરાઈ રહી છે.

શરમ કરોઃ ડીસા નગરપાલિકાના રાજમાં શહેર ગંદકીના બિછાને!

જ્યારે કેટલાક વિસ્તારોમાં તો ગટર ઉપરના ઢાંકણ અદ્રશ્ય બન્યા છે. આવી સ્થિતિ વચ્ચે પાલિકાના અધિકારીઓ ઓફિસમાં બેસી એસીની ઠંડી હવા ખાવામાં જ મશુગુલ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. અધિકારીઓને ખુરશીમાં બેઠા બાદ પ્રજાનુ કામ કરવાની જવાબદારી ભૂલી રહ્યા છે.

શરમ કરોઃ ડીસા નગરપાલિકાના રાજમાં શહેર ગંદકીના બિછાને!

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પડેલા માત્ર નજીવા વરસાદે જાણે ડીસા નગરપાલિકાની પોલ ખોલી દીધી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ઠેરઠેર ભૂગર્ભગટર નાખવામાં આવી છે છતાં પણ શહેરમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે. આ બાબતે ચીફ ઓફીસર સુધીના અધિકારી આંખ આડા કાન કરી બેઠા છે. એક તરફ ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના બેનરો લગાડવામાં આવ્યા છે, ત્યાં બીજી તરફ પાલિકાના પાપે જ સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે.

શરમ કરોઃ ડીસા નગરપાલિકાના રાજમાં શહેર ગંદકીના બિછાને!

ડીસા શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય તથા વરસાદી માહોલમાં પડેલા વરસાદી પાણી ભરેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર ડીસા શહેરમાં આકસ્મિક તપાસ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.