શર્મસાર@બનાસકાંઠાઃ પ્રેમલગ્ન કરનાર યુવકની માતા ઉપર સમાજના ઠેકેદારોનું દુષ્કર્મ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મોટી ઘરનાળ ગામમાં રહેતા રણછોડભાઈ દાનાભાઈ સુથાર અને ડીસા તાલુકાના લોરવાડા ગામમાં રહેતા બીજોલ ભાઈ રામજીભાઈ સુથાર સમાજના આગેવાનોનો ઠેકો લઈ આધેડ મહિલાને ડરાવી-ધમકાવી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. દોઢ મહિના અગાઉ પુત્રએ પ્રેમલગ્ન કરતા તેના પરિવારજને સમાજ બહાર મુકી દેવાશે અને પાંચ
 
શર્મસાર@બનાસકાંઠાઃ પ્રેમલગ્ન કરનાર યુવકની માતા ઉપર સમાજના ઠેકેદારોનું દુષ્કર્મ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મોટી ઘરનાળ ગામમાં રહેતા રણછોડભાઈ દાનાભાઈ સુથાર અને ડીસા તાલુકાના લોરવાડા ગામમાં રહેતા બીજોલ ભાઈ રામજીભાઈ સુથાર સમાજના આગેવાનોનો ઠેકો લઈ આધેડ મહિલાને ડરાવી-ધમકાવી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. દોઢ મહિના અગાઉ પુત્રએ પ્રેમલગ્ન કરતા તેના પરિવારજને સમાજ બહાર મુકી દેવાશે અને પાંચ લાખ દંડ કરાશે તેવી ધમકી આપી હતી. જો આવું નહી જો આવું ન કરવું હોય તો પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને મોબાઇલ પર વાતચીત કરવાની અને સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. આ ઘટનાથી બનાસકાંઠા સહિત ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. અને આવા દુષ્કર્મીઓને ઝડપથી પકડી પાડી સજા થાય તેવી સ્થાનીકોમાં માંગ ઉઠી છે.

શર્મસાર@બનાસકાંઠાઃ પ્રેમલગ્ન કરનાર યુવકની માતા ઉપર સમાજના ઠેકેદારોનું દુષ્કર્મ

જે બાદ મહિલા ઘરે એકલી હતી ત્યારે બંન્ને આગેવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આવું ઘણાં સમય સુધી ચાલુ રહ્યું હતું. જે બાદ મહિલાએ હિંમત ભેગી કરીને પરિવારને આખી વાત જણવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હવે બનાસકાંઠાને શર્મસાર કરી મુકનાર આવા નરાધમો ઉપર તપાસ બાદ કાયદાનુસાર પાઠ ભણાવવામાં આવશે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આશરે 50 વર્ષીય આધેડ મહિલા પર બંન્ને આરોપી આગેવાનો અવાર-નવાર દુષ્કર્મ આચરતા હતા. જે બાદ તેમણે મહિલાની બહેનપણીને પણ આ રીતે તૈયાર કરવાનું જણાવ્યું હતું. ત્યારે ધમકી પણ આપી હતી કે જો તું આવું નહીં કરે તો મોબાઇલમાં કરેલી વાતો વાયરલ કરી દઇશું. જેથી મહિલા અતિશય ડરી ગઇ હતી અને સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી. સામુહિક દુષ્કર્મનો ગુનો દાખલ કર્યા બાદ મહિલાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. બંન્ને આરોપીઓના ઘરે તપાસ અને પૂછપરછનો દોર શરૂ થયો છે. આ બંન્ને આરોપીઓ હાલ ફરાર છે. જેમની વિરુદ્ધ થરાદ પોલીસમાં ગુનો નોંધાયા બાદ ઝડપી પાડવાના ચક્રો તેજ કરી દીધા છે.