શામળાજી: રતનપુર બોર્ડર પર ટેમ્પોની ટક્કરે ASIનું મોત, ગાર્ડ ઓફ ઓનર અપાશે

અટલ સમાચાર, શામળાજી અરવલ્લી જિલ્લામાં શામળાજી-રતનપુર બોર્ડર પર પોલીસ જવાનનું રાત્રીના 11 વાગ્યાના સુમારે અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પોલીસ બેડામાં ગમગીની વ્યાપી ગઈ છે. શામળાજી પોલીસે ટેમ્પો ચાલાક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ફરજ પર હાજર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) સુરેશભાઈ બારોટ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બેફામ
 
શામળાજી: રતનપુર બોર્ડર પર ટેમ્પોની ટક્કરે ASIનું મોત, ગાર્ડ ઓફ ઓનર અપાશે

અટલ સમાચાર, શામળાજી

અરવલ્લી જિલ્લામાં શામળાજી-રતનપુર બોર્ડર પર પોલીસ જવાનનું રાત્રીના 11 વાગ્યાના સુમારે અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પોલીસ બેડામાં ગમગીની વ્યાપી ગઈ છે. શામળાજી પોલીસે ટેમ્પો ચાલાક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ફરજ પર હાજર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) સુરેશભાઈ બારોટ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બેફામ ગતિથી દોડી આવેલા ટેમ્પોએ ટક્કર મારી હતી. જીવલેણ ટક્કરથી તેમના શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું મોત થયું હતું. એ.એસ.આઈ સુરેશભાઇના અંતિમ સંસ્કાર તેમના વતન મોડાસાના ઇટાડી ગામે ખાતે કરવામાં આવશે. જિલ્લા પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.