શામળાજી: ચેકિંગમાં ઘટસ્ફોટ, ટેમ્પાના ગુપ્તખાનામાં 6.48 લાખનો દારૂ મળ્યો

અટલ સમાચાર, શામળાજી કોરોના મહામારી વચ્ચે શામળાજી પોલીસે વાહનચેકિંગ દરમ્યાન 6.48 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ટેમ્પોમાં પાછળના ભાગે ગુપ્તખાનું બનાવી દારૂનો જથ્થો સંતાડીને લઇ જતા દરમ્યાન આબાદ ઝડપાઇ ગયા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન બે ઇસમોની અટકાયત કરી કુલ 9,54,200નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
શામળાજી: ચેકિંગમાં ઘટસ્ફોટ, ટેમ્પાના ગુપ્તખાનામાં 6.48 લાખનો દારૂ મળ્યો

અટલ સમાચાર, શામળાજી

કોરોના મહામારી વચ્ચે શામળાજી પોલીસે વાહનચેકિંગ દરમ્યાન 6.48 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ટેમ્પોમાં પાછળના ભાગે ગુપ્તખાનું બનાવી દારૂનો જથ્થો સંતાડીને લઇ જતા દરમ્યાન આબાદ ઝડપાઇ ગયા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન બે ઇસમોની અટકાયત કરી કુલ 9,54,200નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાની શામળાજી પોલીસે અણસોલ ગામ પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. આજે શામળાજી પોલીસના પીએસઆઇ સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. આ દરમ્યાન એક ટેમ્પો આવતા રોકી તેની તલાશી લેવામાં આવી હતી. જેમાં ટ્રકના પાછળના ભાગે બનાવાયેલ ગુપ્તખાનામાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-86 જેની કુલ બોટલ નંગ- 1932ની કિ.રૂ.6,48,000નો જથ્થો ઝડપી પાડ્યો છે.

શામળાજી: ચેકિંગમાં ઘટસ્ફોટ, ટેમ્પાના ગુપ્તખાનામાં 6.48 લાખનો દારૂ મળ્યો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શામળાજી પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂ લઇ જતા ઝડપી પાડ્યા છે. ટેમ્પોમાંથી દારૂ સાથે મનીષ સતબીર ગુર્જર ઉ.23 અને દિપક દિલબાગસિંગ ચમાર ઉ.25, રહે.જીજર (હરીયાણા)ને પકડી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.