શંખેશ્વર: રાવરા સરોવરને ડેમમાં પરિવર્તીત કરવા પુર્વ સાંસદની C.M.ને રજૂઆત

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લાના સમી શંખેશ્વર તાલુકાના અંતરિયાળ ગામોમાં ભરઉનાળે પાણીની ખુબ જ મુશ્કેલી છે. તેવામાં જો સરકાર દ્વારા શંખેશ્વર તાલુકાના તારાનગર ગામના વિસ્તારમાં આવેલ રાવરા સરોવરને ડેમમાં પરિવર્તિત કરવામાં આવે તો શંખેશ્વર તાલુકાના દસ જેટલા ગામોનો પાણીનો પ્રશ્ન હલ થઇ શકે તેમ હોવાથી પાટણના પુર્વ સાંસદ જગદિશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી હતી.
 
શંખેશ્વર: રાવરા સરોવરને ડેમમાં પરિવર્તીત કરવા પુર્વ સાંસદની C.M.ને રજૂઆત

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લાના સમી શંખેશ્વર તાલુકાના અંતરિયાળ ગામોમાં ભરઉનાળે પાણીની ખુબ જ મુશ્કેલી છે. તેવામાં જો સરકાર દ્વારા શંખેશ્વર તાલુકાના તારાનગર ગામના વિસ્તારમાં આવેલ રાવરા સરોવરને ડેમમાં પરિવર્તિત કરવામાં આવે તો શંખેશ્વર તાલુકાના દસ જેટલા ગામોનો પાણીનો પ્રશ્ન હલ થઇ શકે તેમ હોવાથી પાટણના પુર્વ સાંસદ જગદિશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી હતી.

શંખેશ્વર: રાવરા સરોવરને ડેમમાં પરિવર્તીત કરવા પુર્વ સાંસદની C.M.ને રજૂઆત

જગદિશ ઠાકોરે પત્રમાં જણાવ્યુ છે કે, પાટણ જીલ્લાના સમી-શંખેશ્વર તાલુકાના અંતરીયાળ ગામોમાં ભરઉનાળે પાણીની ખુબ જ મુશ્કેલી હોવાથી શંખેશ્વરના તારાનગર ગામના વિસ્તારમાં રાવરા સરોવરનું કુલ હેકટર 158-34-40નું ક્ષેત્રફળ છે અને આ તળાવ રૂપેણ નદીથી ફકત 1.5 કિ.મી.ની આસપાસના અંતરમાં છે. જો આ તળાવને ડેમમાં પરિવર્તિત કરવામાં આવે તો શંખેશ્વર તાલુકાના દસથી વધુ ગામોમાં સીમની જમીનને પિયતનો લાભ મળી શકે છે.