આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

ઝાડીયાણા પ્રા.શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન અને વિજ્ઞાન ક્વીઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને બાળકો કંઈક નવુ જાણે, માણે અને અનુભવે એવા હકારાત્મક ઉદેશ્યથી વિજ્ઞાન પ્રદર્શન અને વિજ્ઞાન ક્વીઝનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષક જીતેનભાઈ પટેલના માર્ગદર્શન નીચે બાળકોએ વિવિધ વિજ્ઞાનના પ્રયોગો કર્યા, વિજ્ઞાનના તમામ સાધનોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. બાળકોએ પોતાના વક્તવ્ય દ્વારા આપણા વૈજ્ઞાનિકોનો પરિચય કરાવ્યો હતો.

બાળકોમાં વિજ્ઞાન વિષયની અભિરુચિ થાય, રસ કેળવાય અને નવું જાણવા મળે એવા હેતુ સાથે વૈજ્ઞાનિકોના નામ પરથી પાંચ ટીમ બનાવી વિજ્ઞાન કવીઝ યોજવામાં આવી વિજેતા ટીમના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કવીઝનું સુચારુ સંચાલન ભગવતદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું. બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code