શંખેશ્વર: જાહેર શૌચાલયના રિપોર્ટ બાદ પંચાયતની આબરૂ રાખવા માથાભારે તત્વો મેદાનમાં

અટલ સમાચાર, મહેસાણા પાટણ જિલ્લાના શંખેશ્વર ગામે જાહેર શૌચાલય ખંડેર હોવાના રિપોર્ટ બાદ દોડધામ મચી ગઇ છે. ગ્રામ પંચાયત વતી માથાભારે તત્વોએ બાજી સંભાળી છે. જાહેર શૌચાલયમાં પંચાયતની ભૂમિકા સાઇડ કરી અહેવાલ સામે સવાલો ઉઠાવ્યા હતા. આથી રજૂઆત કરવા પોલીસનો સંપર્ક કરવાને બદલે ધમકી આપી આબરૂ બચાવવા મથી રહ્યા છે. ગ્રામ પંચાયત વતી ગેરકાયદે શબ્દો
 
શંખેશ્વર: જાહેર શૌચાલયના રિપોર્ટ બાદ પંચાયતની આબરૂ રાખવા માથાભારે તત્વો મેદાનમાં

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લાના શંખેશ્વર ગામે જાહેર શૌચાલય ખંડેર હોવાના રિપોર્ટ બાદ દોડધામ મચી ગઇ છે. ગ્રામ પંચાયત વતી માથાભારે તત્વોએ બાજી સંભાળી છે. જાહેર શૌચાલયમાં પંચાયતની ભૂમિકા સાઇડ કરી અહેવાલ સામે સવાલો ઉઠાવ્યા હતા. આથી રજૂઆત કરવા પોલીસનો સંપર્ક કરવાને બદલે ધમકી આપી આબરૂ બચાવવા મથી રહ્યા છે. ગ્રામ પંચાયત વતી ગેરકાયદે શબ્દો ઉચ્ચારતા અનેક સવાલો ઉભા થયા છે.

શંખેશ્વર: જાહેર શૌચાલયના રિપોર્ટ બાદ પંચાયતની આબરૂ રાખવા માથાભારે તત્વો મેદાનમાં
સ્વચ્છ ભારત સામે પડકારરૂપ શંખેશ્વરના જાહેર શૌચાલયો

શંખેશ્વર તાલુકાના હેડક્વાર્ટર એવા શંખેશ્વર ગામે જાહેર શૌચાલયોની હાલત અત્યંત જર્જરિત બની છે. જેમાં અટલ સમાચાર ડોટ કોમ દ્વારા ગ્રામ પંચાયતની ભૂમિકા સંદર્ભે હાલના તલાટીને પુછતાં હાથ અધ્ધર કરી અગાઉના તલાટીને ખ્યાલ હશે તેવું કહ્યું હતું. આ સાથે જાહેર શૌચાલય ઉપયોગ કરવા લાયક બનાવવા બાબતે કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કર્યા પછી કહું તેવું જણાવ્યું હતું. સમગ્ર બાબતે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા રિપોર્ટ સામે આવતાં ગ્રામ પંચાયતના સત્તાધીશોમાં દોડધામ મચી છે. ગામના ખાનગી માથાભારે ઈસમે જાણે ગ્રામ પંચાયતની આબરૂ રાખવા મથામણ આદરી છે.

શંખેશ્વર: જાહેર શૌચાલયના રિપોર્ટ બાદ પંચાયતની આબરૂ રાખવા માથાભારે તત્વો મેદાનમાં
સ્વચ્છ ભારત સામે પડકારરૂપ શંખેશ્વરના જાહેર શૌચાલયો

અહેવાલની અસર એટલા હદે થઈ છે કે, જાહેર શૌચાલય ઉપયોગી બનાવવાને બદલે રિપોર્ટ વિરુદ્ધ ચર્ચા કરી છે. આથી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા શંખેશ્વર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા કહ્યું હતું. જોકે વધુ લાલઘૂમ બની ધમકીભર્યા શબ્દો ઉચ્ચારતા જાહેર શૌચાલય બાબતે ગ્રામ પંચાયતની ભૂમિકા વધુ શંકાસ્પદ બનતી જાય છે.

શંખેશ્વર: જાહેર શૌચાલયના રિપોર્ટ બાદ પંચાયતની આબરૂ રાખવા માથાભારે તત્વો મેદાનમાં

જાહેર શૌચાલય બાબતે કાયદાકીય બાબતો

જાહેર શૌચાલય શંખેશ્વર ગ્રામ પંચાયતની જમીન ઉપર બનેલા છે. તો જ્યારે બનાવ્યા ત્યારે ગ્રામ અને તાલુકા પંચાયતે ગ્રાન્ટ આપી હતી કે નહિ. જો નથી આપી તો કોણે બનાવ્યા અને જો ખાનગી વ્યક્તિએ બનાવ્યા હતા તો ગ્રામ પંચાયતને જાણ નહોતી કરી ? જાહેર શૌચાલય તૈયાર કર્યા બાદ કેમ ગણતરીના મહિના ઉપયોગ થયા ? જો રખરખાવ કરવાની જવાબદારી ન હતી તો શું દબાણ કરવાના આશયથી ખાનગી વ્યક્તિ કે સંસ્થાએ બનાવ્યા હતા ? જાહેર શૌચાલયના રિપોર્ટ બાદ તલાટી કે ગ્રામ પંચાયતના સત્તાધીશો વતી કેમ માથાભારે તત્વો સામે આવ્યા ? શું ગ્રામ પંચાયતે માથાભારે તત્વોને ગેરકાયદે હવાલો આપ્યો ? આ તમામ સવાલો શંખેશ્વર ગામના જાહેર શૌચાલય બાબતે વધુ તપાસ માંગી રહ્યા છે.

શંખેશ્વર: જાહેર શૌચાલયના રિપોર્ટ બાદ પંચાયતની આબરૂ રાખવા માથાભારે તત્વો મેદાનમાં