ચોંક્યાં@દાંતીવાડા: દાદાએ વારસાઇમાં પૌત્ર-પૌત્રીનું નામ કાઢી ખોટું પેઢીનામું કર્યુ, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા દાંતીવાડા તાલુકાના એક ગામમાં વડીલોપાર્જીત જમીનના પેઢીનામામાં ખુદ દાદાએ જ પૌત્ર અને પૌત્રીનું નામ કાઢી નાંખી ખોટું સોગંદનામું કર્યાની ઘટના સામે આવી છે. ગત વર્ષોએ ફરીયાદીના પિતાના મૃત્યુ બાદ ફરીયાદી અને તેમની બહેન સીધી લીટીના વારસદાર હોવા છતાં તેમના દાદાએ ખોટું પેઢીનામું બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાની ફરીયાદ
 
ચોંક્યાં@દાંતીવાડા: દાદાએ વારસાઇમાં પૌત્ર-પૌત્રીનું નામ કાઢી ખોટું પેઢીનામું કર્યુ, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના એક ગામમાં વડીલોપાર્જીત જમીનના પેઢીનામામાં ખુદ દાદાએ જ પૌત્ર અને પૌત્રીનું નામ કાઢી નાંખી ખોટું સોગંદનામું કર્યાની ઘટના સામે આવી છે. ગત વર્ષોએ ફરીયાદીના પિતાના મૃત્યુ બાદ ફરીયાદી અને તેમની બહેન સીધી લીટીના વારસદાર હોવા છતાં તેમના દાદાએ ખોટું પેઢીનામું બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. આ સાથે પંચમાં સહી કરનારા ગામના 2 ઇસમ સામે પણ ગુનો કરવામાં મદદગારીથી ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના શીકરીયા ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શીકરીયા ગામના કાન્તીજી ભલાજી ઠાકોરના નામે ગામમાં ખેતીની જમીન આવેલ છે. તેમના બે પુત્રો અરજણજી અને ગલબાજી પૈકી અરજણજીનું ગત વર્ષે મોત થયુ હતુ. આ તરફ અરજણજીના મોત બાદ તેમના પુત્ર આશિષભાઇ અને પ્રવિણાબેન પિતાની મિલ્કતમાં સીધી લીટીના વારસદાર તરીકે આવતાં હોય છે. જોકે આ કિસ્સામાં ખુદ ફરીયાદીના દાદા કાન્તિજી ઠાકોરે ગત તા.18-07-2018ના રોજ એક ખોટું પેઢીનામું બનાવી તેમાં વારસાઇ તરીકે ફરીયાદીના દાદી લીલાબેન, ફોઇ હંસાબેન, વિજયાબેન, રસુબે અને તેમના કાકા ગલબાજીનો સમાવેશ કર્યો હતો. જોકે ફરીયાદી અને તેમની બહેનનો સમાવેશ કરાયો નહોતો. આ તરફ તેમાં સાક્ષી તરીકે ગામના ધારજીની રામચંદજી મેસરા અને અમીભાઇ હીરાભાઇ રબારીએ સહી કરી હતી.

ચોંક્યાં@દાંતીવાડા: દાદાએ વારસાઇમાં પૌત્ર-પૌત્રીનું નામ કાઢી ખોટું પેઢીનામું કર્યુ, 3 સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદી યુવકના દાદાએ ખોટું પેઢીનામું બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મામલતદાર કચેરીમાં નોંધ પડાવી દીધી હતી. આ તરફ વારસદારમાં પ્રવિણાબેન અને ફરીયાદીનું નામ ન હોવાથી ચોંકી જઇ તેઓએ નાયબ કલેક્ટર ધાનેરામાં અરજી કરતાં નાયબ કલેક્ટરની કોર્ટ દ્રારા તા.1-9-2018 રોજ વારસાઇ નોંધ નામંજૂર કરી હતી. જોકે પંચો ગામના જ હોઇ સમાધાનની વાત ચાલતી હોઇ આજદીન સુધી સમાધાન નહીં થતાં યુવકે દાદા અને પંચો સામે પોલીસે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે દાંતીવાડા પોલીસે ત્રણ ઇસમોના નામજોગ આઇપીસી કલમ 465, 467, 471, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.