ચોંક્યાં@ગુજરાત: રાંધણગેસ, પેટ્રોલ-ડિઝલ બાદ આ જરૂરી વસ્તુના ભાવ પણ આસમાને

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સામાન્ય જનતાને જીવવા માટે ખરેખર કપરા ચઢાણો ચડવા પડી રહ્યા છે ત્યારે રાંધણ ગેસ, પેટ્રોલ ડિઝલના ભાવ બાદ હવે તેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કોરોના લોકડાઉને નોકરી ધંધા ઠપ્પ કરી મુક્યા અને જ્યારે હવે થોડા બજાર ખુલ્યા છે ત્યારે સામાન્ય જનજીવનની વસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે. રાંધણ ગેસ,
 
ચોંક્યાં@ગુજરાત: રાંધણગેસ, પેટ્રોલ-ડિઝલ બાદ આ જરૂરી વસ્તુના ભાવ પણ આસમાને

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સામાન્ય જનતાને જીવવા માટે ખરેખર કપરા ચઢાણો ચડવા પડી રહ્યા છે ત્યારે રાંધણ ગેસ, પેટ્રોલ ડિઝલના ભાવ બાદ હવે તેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કોરોના લોકડાઉને નોકરી ધંધા ઠપ્પ કરી મુક્યા અને જ્યારે હવે થોડા બજાર ખુલ્યા છે ત્યારે સામાન્ય જનજીવનની વસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે. રાંધણ ગેસ, અનાજ, ઘી-તેલના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને હજુ વધી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં ખાદ્યતેલના ભાવ ફરી એક વખત વધ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે. સનફ્લાવર તેલમાં 60 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.2580 પર પહોંચ્યા છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂ.2150 પર પહોંચતા સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાયો છે. આ સાથે LPG ભાવમાં 1 મહિનામાં ત્રીજી વખત વધારો થયો છે. સબસીડી વિનાના LPG સિલિન્ડરમાં રૂ.25નો વધારો થતાં 3 મહિનામાં LPG સિલિન્ડરના ભાવમાં રૂ.200નો વધારો નોંધાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દરેક દેશવાસીને હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ દઝાડી રહ્યા છે. સતત વધી રહેલા ભાવથી દેશની જનતા ત્રસ્ત થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં હાલ પેટ્રોલના ભાવ 100 રૂપિયા લીટરે પહોંચી ગયા છે. જે રાજ્યોમાં વેટ અને સેસની ટકાવારી વધારે છે ત્યાં આ કિંમત હવે ન્યૂ નોર્મલ થઈ શકે છે. તો કેન્દ્રએ પહેલા જ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેથી જો ભાવમાં ઘટાડો ન થાય કે તેલ ઉત્પાદક દેશો એપ્રિલથી ઉત્પાદનમાં ભારે વધારો નથી કરતા તો ગ્રાહકોને દૂર દૂર સુધી કોઈ રાહત મળવાની આશા દેખાતી નથી.