ચોંક્યાં@ગુજરાત: રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ્દ, વાલીઓએ કરી રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજ્યમાં શાળા પ્રવેશ મેળવવા માટે RTE અંતર્ગત ફોર્મ ભરાયા હતા. જેમાં લગભગ 26 હજાર વિદ્યાર્થીઓની અરજીને રદ્દ કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ અરજી રદ્દ થવા પાછળ દસ્તાવેજોમાં ત્રૂટી હોવાનુ સામે આવ્યુ છે. અમદાવાદમાં જ લગભગ 5 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ કરવામાં
 
ચોંક્યાં@ગુજરાત: રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ્દ, વાલીઓએ કરી રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં શાળા પ્રવેશ મેળવવા માટે RTE અંતર્ગત ફોર્મ ભરાયા હતા. જેમાં લગભગ 26 હજાર વિદ્યાર્થીઓની અરજીને રદ્દ કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ અરજી રદ્દ થવા પાછળ દસ્તાવેજોમાં ત્રૂટી હોવાનુ સામે આવ્યુ છે. અમદાવાદમાં જ લગભગ 5 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ કરવામાં આવી છે. ફોર્મની ચકાસણી બાદ 5,560 અરજીઓ રીજેક્ટ થતા વાલીઓ દોડતા થઈ ગયા છે. અરજી રદ થતા વાલીઓ ચોંકી ઉઠ્યા હતા. દસ્તાવેજોમાં ત્રૂટી હોવાના કારણે આ અરજીઓ રદ કરાઇ હતી, ત્યારબાદ વાલીઓ DEO કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

RTE પ્રવેશ માટે અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહી 30,494 ઓનલાઈન ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1,230 અરજદારોએ પોતે જ પોતાની અરજી રદ કરી છે. જ્યારે 23,704 અરજીઓ દસ્તાવેજની ચકાસણી બાદ માન્ય રખાઈ છે. વળી જે વિદ્યાર્થીઓનાં દસ્તાવેજમાં ત્રૂટી છે તેમને ફેરફાર કરવા સમય આપવા રજૂઆત કરવામાં આવી છે. હવે વાલીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતનાં આધારે નિર્ણય લેવાઇ શકે છે. 15 જુલાઇએ પ્રવેશની મુદ્દત લંબાવાય એવી શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, RTE માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે 25 જૂનથી 5 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જે બાદ હવે ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી. જો કે આ ફોર્મ ચકાસણી કરાતા ફોર્મ ભરવામાં થયેલી ઘણી ભૂલો સામે આવી અને ફોર્મમાં ભરેલી ખોટી વિગતનાં આધારે ફોર્મને રદ કરી દેવામાં આવ્યા છે. ફોર્મ રદ થતા અનેક વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી. જો કે વાલીઓએ આ રદ થયેલી અરજીઓમાં ફેરફાર કરવા સમયની મર્યાદા માંગી છે. જો કે વાલીઓની રજૂઆત બાદ સમય મર્યાદા 15 જુલાઈ રાખવામાં આવી શકે છે.