ચોંક્યા@હિંમતનગર: ખોટાં સર્ટીથી નોકરી મેળવી, 81 લાખ પગાર લીધો, 31 વર્ષે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગર પંથકમાં નિવૃત્ત શિક્ષકે અગાઉ ખોટું અનુભવનું સર્ટી સાચા તરીકે રજૂ કરી નોકરી મેળવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. તાલુકાના ગામે મંડળ દ્રારા સંચાલિત શાળાના ઇન્ટરવ્યુંમાં વર્ષ 1989માં શિક્ષકે ખોટું અનુભવનું સર્ટીફીકેટ રજૂ કરીને નોકરી મેળવી હતી. આ સાથે વર્ષ 1989થી 2017સુધી કુલ 81.47 લાખ પગાર મેળવ્યો હોઇ હવે
 
ચોંક્યા@હિંમતનગર: ખોટાં સર્ટીથી નોકરી મેળવી, 81 લાખ પગાર લીધો, 31 વર્ષે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગર પંથકમાં નિવૃત્ત શિક્ષકે અગાઉ ખોટું અનુભવનું સર્ટી સાચા તરીકે રજૂ કરી નોકરી મેળવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. તાલુકાના ગામે મંડળ દ્રારા સંચાલિત શાળાના ઇન્ટરવ્યુંમાં વર્ષ 1989માં શિક્ષકે ખોટું અનુભવનું સર્ટીફીકેટ રજૂ કરીને નોકરી મેળવી હતી. આ સાથે વર્ષ 1989થી 2017સુધી કુલ 81.47 લાખ પગાર મેળવ્યો હોઇ હવે મંડળના પ્રમુખે તેમની સામે 31 વર્ષે છેતરપિંડીની ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના જાંબુડી ગામને આવેલ જાબુંડી ગૃપ નવચેતન કેળવણી મંડળના પ્રમુખે નિવૃત્ત શિક્ષક સામે ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ વર્ષ 1989માં મંડળ સંચાલિત શાળાના ઇન્ટરવ્યુંમાં ભોગીલાલ જેશીંગભાઇ પટેલ(રહે.જાંબુડી)વાળા મદદનીશ શિક્ષક તરીકે હાજર થતાં તેમને ડોક્યુમેન્ટ રજુ કર્યા હતા. જેમાં તેઓની પસંદગી થઇ જતાં વર્ષ 2017 સુધી નોકરી કરી તેઓ નિવૃત્ત થયા હતા. જોકે ત્યાં સુધી તેમને રૂ.81,47,296 પગાર ચુકવવામાં આવ્યો હતો. આ તરફ તપાસ દરમ્યાન તેમને ઇન્ટરવ્યું વખતે આપેલ અનુભવનું સર્ટફીકેટ ખોટું હોવાનું સામે આવતાં હવે મંડળના પ્રમુખે તેમની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

ચોંક્યા@હિંમતનગર: ખોટાં સર્ટીથી નોકરી મેળવી, 81 લાખ પગાર લીધો, 31 વર્ષે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભોગીલાલ જેસીંગભાઇ પટેલે જે તે સમયે શાળાના ઇન્ટરવ્યુંમાં ત્રણ વર્ષનો અનુભવ હોવાનું ખોટું સર્ટીફીકેટ સાચા તરીકે રજૂ કર્યુ હતુ. જેથી તપાસને અંતે ભોગીલાલે રજૂ કરેલ અનુભવનું સર્ટીફીકેટ ખોટું હોવાનું બહાર આવતાં જીલ્લા શિક્ષણાધિકારીના હુકમ મુજબ મંડળના પ્રમુખે નિવૃત્ત શિક્ષક ભોગીલાલ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં ઇસમે ખોટું સર્ટીફીકેટ રજૂ કરી મદદનીશ શિક્ષક તરીકે નોકરી મેળવી રૂ.81,47,296નો પગાર લઇ ઠગાઇ કર્યાની ફરીયાદ નોંધાવી છે. જેથી ગાંભોઇ પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 465, 468, 471, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.