ચોંક્યાં@મહેસાણા: હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિના ઘરે પહોંચી ઇસમે હોબાળો કર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરમાં હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિના ઘરે જઇ સહકર્મચારીએ હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. શહેરની એક હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતિના ઘરે સહકર્મચારી ઇસમ અડધીરાત્ર દારૂ પીને પહોંચ્યો હતો. જ્યાં યુવતિ સાથે ગાળાગાળી કરી તેમના માતા-પિતા સાથે ઝપાઝપી કરી હતી. આ તરફ જતાં-જતાં ઇસમે યુવતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી
 
ચોંક્યાં@મહેસાણા: હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિના ઘરે પહોંચી ઇસમે હોબાળો કર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરમાં હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિના ઘરે જઇ સહકર્મચારીએ હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. શહેરની એક હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતિના ઘરે સહકર્મચારી ઇસમ અડધીરાત્ર દારૂ પીને પહોંચ્યો હતો. જ્યાં યુવતિ સાથે ગાળાગાળી કરી તેમના માતા-પિતા સાથે ઝપાઝપી કરી હતી. આ તરફ જતાં-જતાં ઇસમે યુવતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના હાર્દસમા વિસ્તાર મોઢેરા ચોકડી પાસે આવેલ ગેલેક્સી હાર્ટ હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિને ઇસમે જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ગેલેક્સી હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા નવેક મહિનાથી નોકરી કરતી 24 વર્ષિય યુવતિ શહેરના ધરમ સિનેમા રોડ પર રહે છે. ગત તા.5-4-2021ના રોજ તેમની હોસ્પિટલમાં નોકરી કરતો ઇસમ પટેલ કેતનભાઇ રમેશભાઇ (રહે.તુલસી બંગ્લોઝ,સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ પાછળ,મહેસાણા)વાળો દારૂ પીને યુવિતના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ભારે હોબાળો મચાવ્યાં બાદ ઇસમે યુવતિના માતા-પિતા સાથે ઝપાઝપી કરી યુવતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ચોંક્યાં@મહેસાણા: હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિના ઘરે પહોંચી ઇસમે હોબાળો કર્યો, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હોસ્પિટલમાં નોકરી કરતાં ઇસમ સાથે યુવતિ બીજા સહકર્મીઓની જેમ જ મિત્રતાભરી રીતે વાત કરી હતી. જોકે ઇસમે તેનો ખોટો મતલબ નીકાળી યુવતિને હેરાન કરવાનું ચાલુ કર્યુ હતુ. જે બાદમાં સોમવારે રાત્રે બારેક વાગ્યે દારૂ પીને યુવતિના ઘરે પહોંચી ગાળાગાળી કરતાં ચકચાર મચી ગઇ છે. ઇસમે જતાં-જતાં યુવતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે મહેસાણા બી ડીવીઝન પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.