ચોંક્યાં@મહેસાણા: રાજસ્થાનથી યુવતિને મજૂરી અર્થે લાવી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો, 11 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહેર વચ્ચે મહેસાણા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનની યુવતિને મજૂરી અર્થે મહેસાણા લાવીને તેની સાથે મરજી વિરૂધ્ધ અવાર-નવાર બળાત્કાર ગુજારાયો હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે કુલ 11 વ્યક્તિઓએ ભેગા મળી આ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાનું ખુલ્યુ છે. સમગ્ર મામલે યુવતિએ
 
ચોંક્યાં@મહેસાણા: રાજસ્થાનથી યુવતિને મજૂરી અર્થે લાવી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો, 11 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે મહેસાણા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનની યુવતિને મજૂરી અર્થે મહેસાણા લાવીને તેની સાથે મરજી વિરૂધ્ધ અવાર-નવાર બળાત્કાર ગુજારાયો હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે કુલ 11 વ્યક્તિઓએ ભેગા મળી આ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાનું ખુલ્યુ છે. સમગ્ર મામલે યુવતિએ ગત દિવસોએ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યા બાદ 2 દિવસ સખી વન સ્ટોપ સેન્ટરમાં રખાઇ હતી. જે બાદમાં યુવતિએ પિતાની સાથે આવી મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે કુલ 11 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના અમરપુરા વિસ્તારમાં રહેતાં વ્યક્તિઓએ રાજસ્થાનની યુવતિને મજુરી અર્થે લાવી ઘરમાં ગાંધી રાખ્યા બાદ બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાનની 18 વર્ષિય યુવતિને મીણા કરણશંકર (રહે.વિલક તા.રૂષભદેવ જી.ઉદેપુર, રાજસ્થાન), જીતુ અને રમેશ નામના ઇસમ મજૂરી અર્થે ગુજરાત લાવ્યો હતો. જ્યાં મંગીબેન ભીખાભાઇ રાવળ, ચૌહાણ રણજીતસિંહ જગતસિંહ અને સીતાબેન રણજીતસિંહ (રહે.ઓજણા, તા.તલોદ જી.સાબરકાંઠા)વાળાઓએ ભેગા મળી યુવતિને મહેસાણાના અમરપુરા વિસ્તારમાં રહેતાં પરિવારના ઘરે કચરા-પોતાનું કામ કરવા મુકી નાસી ગયા હતા.

ચોંક્યાં@મહેસાણા: રાજસ્થાનથી યુવતિને મજૂરી અર્થે લાવી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો, 11 સામે FIR

આ દરમ્યાન મહેસાણાના અમરપરામાં રહેતાં ઠાકોર બાબુજી રાજાજી, ઠાકોર વિજયજી બાબુજી, ઠાકોર શારદાબેન બાબુજી, ઠાકોર કૈલાશબેન બાબુજી અને ઠાકોર ચંદ્રિકાબેન બાબુજીએ યુવતિને તા.10/06/2021 થી તા.24/06/2021 સુધી એક રૂમમાં ગાંધી રાખી હતી. આ સાથે કહેલ કે, અમોએ રૂ.1,50,000માં તને વેચાણ રાખેલ છે. આ દરમ્યાન ઇસમોએ મોબાઇલ અને ચાંદીની પાયલો પડાવી લીધી હતી. આ સાથે ઠાકોર વિજયજીએ અવાર-નવાર યુવતિની મરજી વિરૂધ્ધ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે યુવતિએ ગમે તે કરી ગત તા.24/06/2021ના રોજ મહિલા હેલ્પલાઇનને ફોન કરતાં તેને છોડાવીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રખાઇ હતી. જે બાદમાં યુવતિએ કુલ 11 ઇસમો વિરૂધ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે 11 વ્યક્તિ સામે આઇપીસી 363, 376(2)(n), 344, 395, 120B, એટ્રોસીટી એક્ટની કલમ-3,(2)(5), 3,(2)(5-એ) અને પોક્સો એક્ટ કલમ-4, 5(L), 6, 8, 17 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.