ચોંક્યાં@મોડાસા: ટ્રક માલિકોને ડરાવી-ધમકાવી ઇસમોએ 2 લાખ પડાવ્યાં, 5 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસામાં ટ્રાન્સપોર્ટ એસોસીએશનના ટ્રક માલિકો પાસેથી ટ્રક ફેરવવા માટે પાંચ ઇસમોએ 2 લાખ પડાવ્યાં હોવાની ઘટના સામે આવી છે. આ ઇસમોએ ધાક-ધમકીઓ આપી રોડ ઉપર ટ્રક ફેરવવી હોય તો ટ્રક દીઠ 1-1 હજાર આપવા પડશે તેમ કહી આશરે 2,00,000 પડાવ્યાની ઘટના સામે આવી છે. જોકે એક ટ્રકમાલિકે વાંધો ઉઠાવતાં તમારે
 
ચોંક્યાં@મોડાસા: ટ્રક માલિકોને ડરાવી-ધમકાવી ઇસમોએ 2 લાખ પડાવ્યાં, 5 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસામાં ટ્રાન્સપોર્ટ એસોસીએશનના ટ્રક માલિકો પાસેથી ટ્રક ફેરવવા માટે પાંચ ઇસમોએ 2 લાખ પડાવ્યાં હોવાની ઘટના સામે આવી છે. આ ઇસમોએ ધાક-ધમકીઓ આપી રોડ ઉપર ટ્રક ફેરવવી હોય તો ટ્રક દીઠ 1-1 હજાર આપવા પડશે તેમ કહી આશરે 2,00,000 પડાવ્યાની ઘટના સામે આવી છે. જોકે એક ટ્રકમાલિકે વાંધો ઉઠાવતાં તમારે ટ્રક ફેરવવી હોય તો પૈસા આપવા જ પડશે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસામાં પાંચ ઇસમોએ ધાક-ધમકી આપી ટ્રકમાલિકો પાસેથી પૈસા પડાવ્યાની ઘટના સામે આવી છે. શહેરના ઘાંચીવાડામાં રહેતાં મહમંદસલીમ કુશ્કીવાલાએ નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓ ધી મોડાસા ડીવીઝન ગોટ્સ ટ્રાન્સપોર્ટ ઓનર્સ એસોસીએશન મોડાસાના પ્રમુખ છે. ગત તા.25 જાન્યુઆરીથી ગઇકાલ 29 માર્ચ સુધી જાકીરભાઇ ટીટોઇયા, જુલફીકાર ટીટોઇયા, સલામહુસન ગેણા, સોહેબભાઇ સુથાર અને પ્રતિક માલી નામના ઇસમોએ ટ્રક માલિકો પાસેથી ધાક ધમકીઓ આપી ટ્રક દીઠ 1000-1000 રૂપિયા પડાવ્યા હતા.

આ દરમ્યાન ઇસમઓએ ભેગા મળી ટ્રક માલિકો પાસેથી આશરે 2 લાખ રૂપિયા પડાવ્યાનું સામે આવ્યુ છે. જેને લઇ ફરીયાદી અને એસોસિએશનના પ્રમુખે વાંઘો ઉઠાવતાં ઇસમોએ કહેલ કે, તમારે ટ્રક ટ્રાન્સપોર્ટ ચલાવવી હોય તો એક ટ્રક દીઠ હજાર રૂપિયા આપવા પડશે. નહી તો તમારી ગાડી ફરવા દઇશુ નહી અને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. સમગ્ર મામલે એસોસિએશનના પ્રમુખે ઇસમો સામે મોડાસા ટાઉન પોલીસ મથકે આઇપીસી કલમ 384, 506(2), 114 મુજબ ગુનો નોંધાવ્યો છે.