ચોંક્યાં@પાટણ: વહેલી સવારે ગામ નજીકથી ત્યજેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ તાલુકાના ગામેથી આજે સવારે એક તાજી જન્મેલ નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારે પંથકના ખેડૂત માર્ગ પરથી પસાર થતાં હોઇ અચાનક બાળકીને જોઇ ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં ગ્રામજનોને જાણ કર્યા બાદ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ તરફ બાળકીને તાત્કાલિક
 
ચોંક્યાં@પાટણ: વહેલી સવારે ગામ નજીકથી ત્યજેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ તાલુકાના ગામેથી આજે સવારે એક તાજી જન્મેલ નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારે પંથકના ખેડૂત માર્ગ પરથી પસાર થતાં હોઇ અચાનક બાળકીને જોઇ ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં ગ્રામજનોને જાણ કર્યા બાદ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ તરફ બાળકીને તાત્કાલિક ધારપુર સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાને લઇ સ્થાનિક ખેડૂતે બાળકીના માતા-પિતા કે તેની સારસંભાળ લેનાર અજાણ્યાં વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના દિગડી ગામથી બાલિસણા તરફ સધી માતાના મંદીર નજીકથી નવજાત બાળકી મળી આવી છે. આજે સવારે ગામના ભરતભાઇ કમશીભાઇ દેસાઇ અને ગોવિંદભાઇ પ્રભાતભાઇ દેસાઇ બાઇક પર દિગડીથી બાલિસણા જતાં હતા. આ દરમ્યાન અચાનર સાઇડમાં એક નાનું બાળક દેખાતાં તાત્કાલિક ફોન કરી ગ્રામજનોને જાણ કરી હતી. જે બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક દોડી આવી બાળકીને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપી હતી.

ચોંક્યાં@પાટણ: વહેલી સવારે ગામ નજીકથી ત્યજેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતમાં નવજાત શિશુ ત્યજેલી હાલતમાં મળવાની સિલસિલો યથાવત હોય તેમ આજે બાલીસણા નજીકથી એક બાળકી મળી આવી છે. આજે સવારે દિગડી સધી માતાના મંદીર નજીક નવજાત બાળકી મળી આવતાં પંથકમાં માતા પ્રત્યે લોકો ભારે ફિટકાર વર્ષાવી રહ્યા છે. આ તરફ ભરતભાઇ દેસાઇએ બાળકીના માતા-પિતા કે સાર સંભાળ લેનાર કોઇ અજાણી વ્યક્તિ સામે બાલીસણા પોલીસ મથકે આઇપીસી કલમ 317 મુજબ ગુનો નોંધાવ્યો છે.