ચોંક્યાં@પાટડી: લાઇટ રીપેરીંગ કરવા ગયેલા વીજકર્મી પર હુમલો, 3 ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટડી કોરોનાકાળ વચ્ચે પાટડીમાં વીજ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે ગઇકાલે રાત્રીના સમયે લાઇટ રીપેરીંગ કરવા ગયેલા કર્મચારીએ સ્થાનિક ઇસમોએ ગાળો બોલી હતી. જે બાદમાં કર્મચારીએ ગાળો બોલવાની ના પાડતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ પથ્થર છુટ્ટો માર્યો હતો. જે બાદમાં હોબાળો થતાં ઇસમોનું ઉપરાણું લઇ એક ઇસમે
 
ચોંક્યાં@પાટડી: લાઇટ રીપેરીંગ કરવા ગયેલા વીજકર્મી પર હુમલો, 3 ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટડી

કોરોનાકાળ વચ્ચે પાટડીમાં વીજ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે ગઇકાલે રાત્રીના સમયે લાઇટ રીપેરીંગ કરવા ગયેલા કર્મચારીએ સ્થાનિક ઇસમોએ ગાળો બોલી હતી. જે બાદમાં કર્મચારીએ ગાળો બોલવાની ના પાડતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ પથ્થર છુટ્ટો માર્યો હતો. જે બાદમાં હોબાળો થતાં ઇસમોનું ઉપરાણું લઇ એક ઇસમે ડીયોરોડ કર્મીના માથાના ભાગે મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે કર્મચારીએ ત્રણ ઇસમના પાટડી પોલીસ મથકે નામજોગ ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના દસાડાના પાટડી ખાતે વીજકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. પાટડી પીજીવીસીએલમાં ઇલેક્ટ્રીક આસીસટન્ટ તરીકે ફરજ બજાવતાં મુકેશભાઇ ગામેતી ગઇકાલે પાટડી સંઘના પેટ્રોલપંપ પાસે દેવીપુજક વિસ્તારમાં લાઇટ બંધ હોઇ ચાલુ કરવા ગયા હતા. જોકે તેઓ ત્યાં પહોંચતાં જ રસીકભાઇ દેવીપુજક અને મુન્નાભાઇ દેવીપુજકે કહેલ કે, પાંત્રીસ દિવસમાં ત્રણ વાર લાઇટ બંધ થયેલ છે તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. આ સાથે તમે મોઢે પહેરેલું માસ્ક ઉતારો, તમારૂ નામ આપો પછી જ કામ કરો તેમ કહી પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારવા લાગ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વીજ કર્મીએ ઇસમોને કહેલ કે, અમો લાઇટ ચાલુ કરી દઇએ પછી તમારે જે સવાલ પુછવા હોય તે પુછો. જોકે ઇસમોએ ગાળાગાળી કરી રસીકભાઇએ વીજકર્મીને પાછળના ભાગે પથ્થર માર્યો હતો. જેથી વીજકર્મીએ બૂમાબૂમ કરતાં કાનજીભાઇ દેવીપૂજકે ઇસમોનું ઉપરાણું લઇ કર્મીના બાઇક પર પડેલ ડીયોરોડ માથાના ભાગે મારી ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદમાં કર્મચારીને સારવાર અર્થે ખસેડ્યા બાદ તેમને ત્રણ ઇસમ સામે પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પાટડી પોલીસે 3 ઇસમ સામે આઇપીસી કલમ 332, 186, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.