ચોંક્યાં@શંખેશ્વર: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર શંખેશ્વરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીઅ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. સ્થાનિક વેપારીએ ધંધો શરૂ કરવા માટે ઇસમ પાસે પૈસા વ્યાજે લઇ ચૂકવણું કર્યા બાદ પણ ઇસમોએ પૈસાની માંગ ચાલુ રાખી હતી. આ તરફ ધીરે-ધીરે વેપારીએ ઇસમોને પૈસા આપવા બીજા પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ પાંચેક ઇસમો
 
ચોંક્યાં@શંખેશ્વર: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર

શંખેશ્વરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીઅ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. સ્થાનિક વેપારીએ ધંધો શરૂ કરવા માટે ઇસમ પાસે પૈસા વ્યાજે લઇ ચૂકવણું કર્યા બાદ પણ ઇસમોએ પૈસાની માંગ ચાલુ રાખી હતી. આ તરફ ધીરે-ધીરે વેપારીએ ઇસમોને પૈસા આપવા બીજા પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ પાંચેક ઇસમો તેની પાસે પૈસાની માંગ કરતાં હતા. આ તરફ એક ઇસમે બળજબરીથી ધમકી આપી વેપારીના મકાનનું બાનાખત કરાવી લીધુ હતુ. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપતાં વેપારીએ ઇસમોના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે શંખેશ્વર પોલીસે પાંચ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના શંખેશ્વરમાં ઇલેક્ટ્રોનિક્સ અને પાન પાર્લર ચલાવતાં વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના વિસાવડી ગામના ધનેશગીરી જગદીશગીરી ગૌસ્વામી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત વર્ષોએ તેઓએ ધંધો ચાલુ કરવા પૈસાની જરૂર પડતાં રાજુભાઇ દરજી પાસેથી 5.50 લાખ વ્યાજે લઇ તેમને 6.50 લાખ ચુકવ્યા હતા. આ છતાં રાજુભાઇએ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી તેનો હવાનો વિહાભાઇ રબારીને આપી દીધો હતો. આ તરફ એક પછી એક પાસેથી પૈસા લઇ વેપારીએ ઇસમોને નાણા ચુકવ્યાં હતા.

ચોંક્યાં@શંખેશ્વર: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

આ દરમ્યાન આરોપી ઇસમો પૈકી કાળુભાઇ ભરવાડ રહે.દાતીસણાવાળાએ બે મહિના અગાઉ વ્યાના પૈસા નહીં મળતાં વેપારીના મકાનનું બાનાખત કરાવ્યુ હોવાનું લખાવ્યુ છે. આ સાથે પાંચેય આરોપી ઇસમોએ વેપારી પાસે પૈસાની ઉઘરાણી કરી દબાણ કરી ધાક-ધમકી આપતાં હતા. જેથી ઇસમોથી કંટાળી જઇને વેપારીએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે વેપારીએ પાંચ ઇસમ સામે શંખેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. શંખેશ્વર પોલીસે ઇસમો સામે આઇપીસી 384, 323, 294(b), 506(2), 34 અને ગુજરાત નાણાની ધીરનાર કરનારા બાબત અધિનિયમની કલમ 5, 33(3), 40, 42(d) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચોંક્યાં@શંખેશ્વર: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ