ચોંક્યા@અમીરગઢ: ટ્રાવેલરની સીટ નીચે સંતાડી દારૂની હેરાફેરી, ચેકપોસ્ટમાં ઝબ્બે

અટલ સમાચાર, અમીરગઢ કોરોના મહામારી વચ્ચે અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરીને જતી ટ્રાવેલર બસ ઝડપી પાડી છે. અમીરગઢ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આબુરોડથી ટ્રાવેલર બસમાં સીટ નીચે ખાનું બનાવી અને દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. આ સાથે એક સ્વિફ્ટ ગાડી પણ તેનું પાયોલોટિંગ કરી રહી છે. જેને લઇ પોલીસે ચેકપોસ્ટ
 
ચોંક્યા@અમીરગઢ: ટ્રાવેલરની સીટ નીચે સંતાડી દારૂની હેરાફેરી, ચેકપોસ્ટમાં ઝબ્બે

અટલ સમાચાર, અમીરગઢ

કોરોના મહામારી વચ્ચે અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરીને જતી ટ્રાવેલર બસ ઝડપી પાડી છે. અમીરગઢ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આબુરોડથી ટ્રાવેલર બસમાં સીટ નીચે ખાનું બનાવી અને દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. આ સાથે એક સ્વિફ્ટ ગાડી પણ તેનું પાયોલોટિંગ કરી રહી છે. જેને લઇ પોલીસે ચેકપોસ્ટ આગળ જ વોચ ગોઠવી બાતમી વાળી ટ્રાવેલર બસ અને સ્વીફ્ટ ગાડી ઝડપી પાડી છે. પોલીસે કુલ 2.52 લાખનો દારૂ ઝડપી પાડી ચાર ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચોંક્યા@અમીરગઢ: ટ્રાવેલરની સીટ નીચે સંતાડી દારૂની હેરાફેરી, ચેકપોસ્ટમાં ઝબ્બે

બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ બોર્ડરેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું જગજાહેર છે. આ તરફ તરફે ગઇકાલે અમીરગઢ પોલીસે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રાવેલર બસ ઝડપી પાડી છે.

ચોંક્યા@અમીરગઢ: ટ્રાવેલરની સીટ નીચે સંતાડી દારૂની હેરાફેરી, ચેકપોસ્ટમાં ઝબ્બે

અમીરગઢ પોલીસને બાતમી મળી હતી કે, આબુરોડથી એક ટ્રાવેલર બસની સીટો નીચે ગુપ્ત ખાનુ બનાવી તેમાં દારૂ સંતાડીને લાવવામાં આવી રહ્યો છે. જેને લઇ પોલીસે બાતમી આધારે ચેકપોસ્ટ પરથી પહેલા પાઇલોટીંગ કરી રહેલી સ્વિફ્ટ અને બાદમાં ટ્રાવેલર બસને રોકાવી તલાશી લઇ દારૂ ઝડપી પાડ્યો હતો.

ચોંક્યા@અમીરગઢ: ટ્રાવેલરની સીટ નીચે સંતાડી દારૂની હેરાફેરી, ચેકપોસ્ટમાં ઝબ્બે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અલગ-અલગ કિમિયા અજમાવતા હોય છે. જોકે અમીરગઢ પોલીસે ટ્રાવેલર બસની સીટના નીચેના ગુપ્ત ખાનામાં તલાશી લઇ દારૂ ઝડપી પાડી છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ-42, બોટલ નંગ-504 મળ કુલ કિ.રૂ.2,52,000નો દારૂ કબજે કર્યો છે. આ સાથે ટ્રાવેલર મીની લક્ઝરી બસની કિ.રૂ.5,00,000, સ્વિફ્ટ ગાડીની કિ.રૂ.3,00,000 તથા મોબાઇલ નંગ-5 કિ.રૂ.7,500 મળી કુલ કિ.રૂ.10,59,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે તમામ ઇસમો સામે પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),116-B,81,83,98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • પ્રતાપસીંગ રોડસીંગ રાઠોડ (રાજપૂત)
  • ભીમસીંગ કેશરસીંગ રાઠોડ(રાજપૂત)
  • રાજુસીંગ કૈલાશસીંગ ચૌહાણ, (રાજપૂત)
  • મનોહરલાલ દોલારામ મીણા
  • મનજી(ઉદેપુરવાળો) પોલીસ પકડથી દૂર