ચોંક્યાં@હિંમતનગર: ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 3 લાખથી વધુનું અખાદ્ય તેલ ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠામાં ફૂડ વિભાગે દરોડા પાડી નકલી તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 5 લીટર અખાદ્ય તેલ સહિત અખાદ્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. તહેવારોની સિઝન દરમ્યાન વેપારીઓ દ્વારા નફો મેળવવા માટે મોટી માત્રામાં ભેળસેળ યુક્ત અખાદ્ય સમગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે ફુડ વિભાગ દ્વારા
 
ચોંક્યાં@હિંમતનગર: ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 3 લાખથી વધુનું અખાદ્ય તેલ ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠામાં ફૂડ વિભાગે દરોડા પાડી નકલી તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 5 લીટર અખાદ્ય તેલ સહિત અખાદ્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. તહેવારોની સિઝન દરમ્યાન વેપારીઓ દ્વારા નફો મેળવવા માટે મોટી માત્રામાં ભેળસેળ યુક્ત અખાદ્ય સમગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે ફુડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં વીરાવાડામાં મોતી બ્રાન્ડનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે ફૂડ વિભાગ દ્વારા 3 લાખથી વધુની કિંમતનું અખાદ્ય તેલ જપ્ત કરાયું છે. જેમાં 5 લીટર અખાદ્ય તેલ સહિત અખાદ્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. મોતી બ્રાન્ડનો નકલી તેલનો જથ્થો મળી આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓને ત્યાં ફુડ વિભાગ દ્વારા રેડ પાડી નકલી તેલ અને અખાદ્ય સામગ્રીનો જથ્થો કબ્જે કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફુડ વિભાગે રેડ પાડી અખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે અત્યાર સુધી કેટલું નકલી તેલ વેચાયું તે અંગે તપાસ શરૂ કરાઇ છે. જોકે હાલ તો ફુડ વિભાગે વેપારીઓ સામે તપાસ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગ્રાહકોની આરોગ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.