ચોંક્યાં@કડી: મહિલાની છેડતી કરી ઇસમે તેના પતિને છરી મારી, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી તાલુકાના ગામે પરીણિતા સાથે ઇસમે જબરજસ્તી કર્યા બાદ ઠપકો આપવાં જતાં ઇસમે છરીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પંથકની પરીણિતા સાંજના સમયે બાથરૂમ જવા જતાં સ્થાનિક ઇસમ અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં તે પરીણિતા સાથે જબરજસ્તી કરવા લાગતાં મહિલાએ બૂમાબૂમ કરતાં તે નીચે પડી
 
ચોંક્યાં@કડી: મહિલાની છેડતી કરી ઇસમે તેના પતિને છરી મારી, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી તાલુકાના ગામે પરીણિતા સાથે ઇસમે જબરજસ્તી કર્યા બાદ ઠપકો આપવાં જતાં ઇસમે છરીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પંથકની પરીણિતા સાંજના સમયે બાથરૂમ જવા જતાં સ્થાનિક ઇસમ અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં તે પરીણિતા સાથે જબરજસ્તી કરવા લાગતાં મહિલાએ બૂમાબૂમ કરતાં તે નીચે પડી ગઇ હતી. જોકે મહિલાની સાસૂ આવી જતાં ઇસમ નાસી છુટ્યો હોઇ બાદમાં ઠપકો આપવાં જતાં ઇસમે છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પરીણિતાએ ગામના ઇસમ અને તેના માતા-પિતા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના વાઘરોડા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતી પરીણિતાના શનિવારે સાંજના સમયે ખેતરમાં બાથરૂમ જવા જતાં ઠાકોર નવિન માનસંગજી ત્યાં આવી ચડ્યો હતો. જ્યાં નવિને પરીણિતાને બાથમાં લઇ જબરજસ્તી કરવા લાગતાં બ્લાઉઝ ફાડી નાંખ્યો હતો. જોકે મહિલાએ બૂમાબૂમ કરતાં તેની સાસુ આવી જતાં ઇસમ તેને ધક્કો મારી નાસી છુટ્યો હતો. જે બાદમાં પરીણિતા, તેની સાસુ અને પતિ ત્રણેય ઇસમને ઠપકો આપવા તેના ઘરે ગયા હતા. આ દરમ્યાન નવિન, તેના પિતા માનસંગ અને માતા કંચનબેને ઉલટાનું આ લોકોને ગાળા ભાંડવાનું શરૂ કર્યુ હતુ. આ સાથે નવિને મહિલાના પતિને છરી વડે માર માર્યો હતો.

ચોંક્યાં@કડી: મહિલાની છેડતી કરી ઇસમે તેના પતિને છરી મારી, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગામના ઇસમે મહિલાની ઇજ્જત લેવાની કોશિષ કર્યા બાદ તેના પતિને છરી મારતાં ચકચાર મચી ગઇ છે. ઇસમ અને તેના માતા-પિતાએ મહિલા અને તેના પતિ અને સાસુને ગાળાગાળી કરી હતી. આ તરફ વધુ હોબાળો જતાં સ્થાનિકોએ વચ્ચે પડી છોડાવતાં ઇસમોએ કહેલ કે, આજે તો તમે બચી ગયા છો હવે પછી ઘાટમાં આવશો તો જાનથી મારી નાખીશ. સમગ્ર મામલે મહિલાએ કુલ 3 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. બાવલુ પોલીસે તમામ સામે આઇપીસી 354, 354B, 324, 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.