ચોંક્યાં@કડી: વેપારીનું તેની જ કારમાં અપહરણ, રોકડ-કાર મળી 5.75 લાખની લૂંટ, ઇસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી પંથકમાં માતાજીની બાધા પુરી કરવા નીકળેલાં યુવકને માર મારી તેની પાસેથી રોકડ અને કાર લૂંટી લેવાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગઇ છે. પ્રાથિમક વિગતો મુજબ ગઇકાલે બપોરે સ્થાનિક વેપારી પોતાના મિત્ર સાથે સચાણા મંદીરે બાધા પુરી કરવા પોતાની ઇકો લઇને નિકળ્યાં હતા. જ્યાં વચ્ચે રસ્તામાં તેમને રોકાવી અજાણ્યાં
 
ચોંક્યાં@કડી: વેપારીનું તેની જ કારમાં અપહરણ, રોકડ-કાર મળી 5.75 લાખની લૂંટ, ઇસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી પંથકમાં માતાજીની બાધા પુરી કરવા નીકળેલાં યુવકને માર મારી તેની પાસેથી રોકડ અને કાર લૂંટી લેવાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગઇ છે. પ્રાથિમક વિગતો મુજબ ગઇકાલે બપોરે સ્થાનિક વેપારી પોતાના મિત્ર સાથે સચાણા મંદીરે બાધા પુરી કરવા પોતાની ઇકો લઇને નિકળ્યાં હતા. જ્યાં વચ્ચે રસ્તામાં તેમને રોકાવી અજાણ્યાં કારચાલકોને ચાલકનું અપહરણ કરી તેને લૂંટી લીધો હતો. આ સાથે રોકડ સહિત કુલ 5.75 લાખની લૂંટ કરી નાસી છુટ્યા હતા. જે બાદમાં યુવકને અજાણ્યાં રોડ પર ઉતારી મુકી ઇસમો ભાગી ગયા હોઇ ચાલકે ઘરે આવી અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી પંથકમાં લૂંટ અને મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ કડી તાલુકાના બોરીસણા ગામના અરૂણભાઇ પટેલ માર્કેટીંગનું કામ કરે છે. તેઓને પોતાની ઇકો કાર હોવાથી અમુકવાર વર્ધી પણ જતાં હોય છે. ગઇકાલે તેમના મિત્ર વિશાલ બારોટે ફોન કરી સચાણા બાધા પુરી કરવા જવાનું કહેતાં 1000 ભાડું નક્કી કરી બંને જણાં સચાણા જવા ઇકો લઇ નીકળ્યાં હતા. આ દરમ્યાન ખાવડ અને વેકરા ગામની વચ્ચે એક સફેલ કલરની ગાડીએ ઓવરટેક કરી તેમની ઇકો રોકાવી હતી. જે બાદમાં ચાલકને જબરજસ્તી વચ્ચેની સીટમાં બેસાડી તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો.

ચોંક્યાં@કડી: વેપારીનું તેની જ કારમાં અપહરણ, રોકડ-કાર મળી 5.75 લાખની લૂંટ, ઇસમો ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અજાણ્યાં ઇસમોએ ઇકોચાલકનું અપહરણ કરી છરીની અણીએ ડેકીમાં પડેલા 2,75,000 લૂંટી લીધા હતા. આ સાથે કડી નાગરીક બેંકનું એટીએમ છીનવી તેનો પાસવર્ડ પણ મેળવી લીધો હતો. આ તરફ અજાણ્યાં રસ્તા પર તેને ઉતારી ઇસમો ઇકો કાર કિ.રૂ.3,00,000ની લૂંટીને નાસી ગયા હતા. જે બાદમાં યુવક પોતાના ઘરે આવી પિતા સહિતનાને વાત કરી અજાણ્યાં ઇસમો સામે બાવલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે બાવલુ પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી 394, 365, 342, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.