ચોંક્યાં@પાલનપુર: ટ્રકોમાંથી માલિકની જાણ બહાર ડીઝલ ચોરતાં 2 ઇસમ ઝબ્બે, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર પંથકમાંથી પોલીસની ટીમે આઇવા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતાં 2 ડ્રાઇવરોને ઝડપી પાડ્યા છે. ગઇકાલે પાલનપુર તાલુકા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંબાજી હાઇવે પર 2 આઇવા ટ્રકમાંથી ચાલકો ડીઝલની ચોરી કરી રહ્યા છે. જેથી તાત્કાલિક પંચો સાથે રાખી સ્થળ પર પહોંચી બંને ઇસમોને ડીઝલ ચોરી કરતાં રંગેહાથે
 
ચોંક્યાં@પાલનપુર: ટ્રકોમાંથી માલિકની જાણ બહાર ડીઝલ ચોરતાં 2 ઇસમ ઝબ્બે, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર પંથકમાંથી પોલીસની ટીમે આઇવા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતાં 2 ડ્રાઇવરોને ઝડપી પાડ્યા છે. ગઇકાલે પાલનપુર તાલુકા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંબાજી હાઇવે પર 2 આઇવા ટ્રકમાંથી ચાલકો ડીઝલની ચોરી કરી રહ્યા છે. જેથી તાત્કાલિક પંચો સાથે રાખી સ્થળ પર પહોંચી બંને ઇસમોને ડીઝલ ચોરી કરતાં રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેઓ આ ડીઝલ હાઇવેની એક હોટલના માલિકને વેચાણ કરતાં હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર પંથકના દાનાપુરા પાટીયા પાસેથી બે આઇવા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતાં ઇસમો ઝડપાયા છે. પાલનપુર તાલુકા પોલીસના અ.હે.કો. પ્રવિણભાઇ, અ.પો.કો. જીગ્નેશસિંહ સહિતનાએ ચોક્કસ બાતમી આધારે અંબાજી હાઇવે પર દાનપુર પાટીયા પાસે બહુચરઢાબાની જગ્યામાં તપાસ કરી હતી. જ્યાં બે ઇસમો બે આઇવા ટ્રકમાંથી માલિકની જાણ બહાર પોતાના આર્થિક ફાયદા સારૂ ડીઝલની ચોરી કરતાં રંગેહાથે ઝડપાયા હતા. પોલીસે તપાસ કરતાં ઇસમોએ બંને આઇવામાંથી કુલ 24 લીટર ડીઝલ કિ.રૂ.1,680નું ચોરી કર્યુ હતુ.

ચોંક્યાં@પાલનપુર: ટ્રકોમાંથી માલિકની જાણ બહાર ડીઝલ ચોરતાં 2 ઇસમ ઝબ્બે, 3 સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રેતી અને અન્ય ચીજવસ્તુની આઇવા ટ્રકમાં હેરાફેરી કરતાં ડ્રાઇવરો ડીઝલની ચોરી કરતાં હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસની પુછપરછ દરમ્યાન શંકરજી અંદુજી ઠાકોર (રહે.બાજપુર(ફુડા), તા.ખેરાલુ, જી.મહેસાણા) અને જાકીરહુસેન અબ્દલુભાઇ મોમીન(મોમીનવાસ, કુબડા, તા.સતલાસણા, જી.મહેસાણાવાળો) હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે ચોરીનું ડીઝલ તેઓ હાઇવે પરની હોટલ માલિક પ્રવિણજી ઠાકોર (રહે.દાનાપુરા, તા.પાલનપુર)ને આપતાં હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે ત્રણેય સામે આઇપીસી કલમ 379, 407, 285, 411, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.