ચોંક્યાં@સતલાસણા: પ્રેમલગ્ન બાદ યુવતિને શારીરિક-માનસિક ત્રાસ આપતાં 3 મહિલા સહિત 5 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા સતલાસણા પંથકની યુવતિ સાથે સ્થાનિક યુવકે પ્રેમલગ્ન કર્યા બાદ ત્રાસ આપતાં કુલ 5 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ પંથકની યુવતિને અગિયારેક માસ અગાઉ સ્થાનિક યુવક ભગાડી ગયો હતો. જ્યાં તેની મરજી વિરૂધ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવકના પરીજનો યુવતિને માનસિક ત્રાસ આપતાં હતા. આ સાથે જાતિ વિરૂધ્ધ
 
ચોંક્યાં@સતલાસણા: પ્રેમલગ્ન બાદ યુવતિને શારીરિક-માનસિક ત્રાસ આપતાં 3 મહિલા સહિત 5 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા

સતલાસણા પંથકની યુવતિ સાથે સ્થાનિક યુવકે પ્રેમલગ્ન કર્યા બાદ ત્રાસ આપતાં કુલ 5 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ પંથકની યુવતિને અગિયારેક માસ અગાઉ સ્થાનિક યુવક ભગાડી ગયો હતો. જ્યાં તેની મરજી વિરૂધ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવકના પરીજનો યુવતિને માનસિક ત્રાસ આપતાં હતા. આ સાથે જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી ત્રાસ આપતાં યુવતિએ કંટાળીને યુવક સહીત કુલ 5 વ્યક્તિ સામે સતલાસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ગામની યુવતિને સતલાસણાના ભાલુસણા ગામનો વિશાલ સુથાર અગાઉ ભગાડી ગયા બાદ પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદમાં ઇસમ તેને અમદાવાદ લઇ ગયા બાદ અવાર-નવાર તેની મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યાં હતા. આ સાથે વિશાલના પિતા નાનચંદભાઇ, માતા ભીખીબેન, બહેનો અનિતાબેન અને દેવકીબેન અવાર-નવાર તેને માનસિક ત્રાસ આપતાં હતા. જેથી કંટાળીને યુવતિએ વિશાલ સહિત કુલ 5વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદ મુજબ આરોપી ઇસમે યુવતિ સાથે તા.1/11/2020 થી તા.1/08/2021 સુધી ખેરાલુની અલગ-અલગ હોટલોમાં મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સાથે લગ્નજીવન દરમ્યાન અવાર-નવાર વિશાલ અને તેના માતા-પિતા અને બહેનો યુવતિને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હોઇ કંટાળી યુવતિએ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સતલાસણા પોલીસે પાંચેય આરોપી સામે આઇપીસી 376(K)(N), 498(ક),323, 114 તથા એટ્રોસીટી એકટ કલમ 3(1)(R)(S), 3(2)(5-A) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.