ચોંક્યાં@વડોદરા: રાજ્યના પ્રથમ લવ-જેહાદ કેસમાં વળાંક, કોર્ટમાં યુવતીનું સોગંદનામું, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યો તેના ચોથા દિવસે વડોદરામાં નોંધાયેલા રાજ્યના પ્રથમ કેસમાં વળાંક આવ્યો છે. આરોપી મુસ્લિમ યુવકે કોર્ટમાં મુકેલી જામીન અરજીની સુનવણી વખતે યુવક સાથે નિકાહ પઢનાર હિન્દુ યુવતી કોર્ટમાં જાતે હાજર થઇ હતી અને સોગંદનામુ રજૂ કર્યુ હતું. વડોદરામાં નોંધાયેલ રાજ્યનો પ્રથમ લવ જેહાદ
 
ચોંક્યાં@વડોદરા: રાજ્યના પ્રથમ લવ-જેહાદ કેસમાં વળાંક, કોર્ટમાં યુવતીનું સોગંદનામું, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યો તેના ચોથા દિવસે વડોદરામાં નોંધાયેલા રાજ્યના પ્રથમ કેસમાં વળાંક આવ્યો છે. આરોપી મુસ્લિમ યુવકે કોર્ટમાં મુકેલી જામીન અરજીની સુનવણી વખતે યુવક સાથે નિકાહ પઢનાર હિન્દુ યુવતી કોર્ટમાં જાતે હાજર થઇ હતી અને સોગંદનામુ રજૂ કર્યુ હતું. વડોદરામાં નોંધાયેલ રાજ્યનો પ્રથમ લવ જેહાદ કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરામાં નોંધાયેલ રાજ્યનો પ્રથમ લવ જેહાદ કેસમાં પીડિતાએ કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોડીને ચોંકાવનારૂ સોગંદનામું કર્યું છે. જેમાં પીડિતાએ આરોપી સમીર વિધર્મી છે તેવુ પહેલેથી જ જાણતી હોવાની વાત કરી છે. આ સાથે મરજીથી જ નિકાહ કર્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. એટલુ જ નહી પીડિતાએ પોતાની મરજીથી ગર્ભપાત કરાવ્યો હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો. આ તરફ પોલીસ પાસે માત્ર ઘર કંકાસની ફરિયાદ નોંધાવવા ગઈ હોવાની વાત પીડિતાએ પોતાના સોગંદનામામાં કરી છે.

સમગ્ર મામલે યુવતીએ કોર્ટમાં કહ્યું હતું કે “મે નોંધાવેલી ફરિયાદ અને પોલીસે નોંધેલી ફરિયાદમાં તફાવત છે. મે માત્ર પતિ અને સાસરીયાઓના ત્રાસ સામે ફરિયાદ નોંધાવી હતી અને યુવક મુસ્લિમ હતો તેની મને પહેલાથી જ જાણ હતી તથા હુ મારા પતિ સાથે જ રહેવા માગુ છું” આમ લવ જેહાદ કાયદા હેઠળ નોંધાયેલા પ્રથમ કેસમાં જ યુવતીએ યુ ટર્ન લેતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ છે.